ગોમતીપુરમાં ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગતા એકનું મોત
ફાયર બિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો
(એજન્સી)અમદાવાદ, આગના બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી અને ફાયર બિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જાેકે ભીષણ આગમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.
શહેરના ગોમતીપુર વિસ્તારમાં આવેલ કાળીદાસ મિલ કમ્પાઉન્ડમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયુ છે.
ગોમતીપુરમાં મિલ કમ્પાઉન્ડમાં આવેલ એક ફર્નિચરના કારખાનામાં કોમ્પ્રેસર ફાટતા આગ લાગી હતી. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધુ હતુ અને બનાવ સ્થળ પાસે આવેલી ચાર ઓરડીઓમાં આગ પ્રસરી ગઇ હતી. આગના બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી અને ફાયર બિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જાેકે ભીષણ આગમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.
આગ કાબુમાં આવ્યા બાદ જ્યારે તપાસ કરવામાં આવી તો સામે આવ્યું કે જ્યારે કોમ્પ્રેસર ફાટયુ ત્યારે તે ઘટના સ્થળ પાસે એક ખાટલા પર ૮૦ વર્ષીય એક સિનિયર સિટીઝન સફિન ઉલ્લા આરામ કરી રહ્યા હતા.જેઓ વ્યવસ્થિત ચાલી પણ ન શકતા હતા. તેમને ભાગવાનો મોકો પણ મળ્યો હતો. જેથી તેઓ આગની ઝપેટમાં આવી ગયા હતા અને તેમનું મોત નીપજ્યું હતુ.
તો બીજી તરફ આ સમયે હાજર મૃતકના પૌત્ર અલ્તાફે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેમા તે ઇજાગ્રસ્ત થયો હતો.
સમગ્ર ઘટનાની જાણ થતા મૃતક સફીન ઉલ્લાના પુત્ર પણ સ્થળ પર પહોંચી ગયા હતા. જ્યાં તેમણે જણાવ્યું હતુ કે તેમના પિતા આરામ કરવા માટે ગયા હતા અને ખાટલામાં સુતા હતા અને ત્યારે કોમ્પ્રેસર ફાટ્યું અને આગ લાગી હતી.
તેઓ ભાગી ન શકતા તેથી આગની ઝપેટમાં આવી ગયા અને તેમનું મોત નીપજ્યું. તો સમગ્ર ઘટનામાં પોલીસે પણ તપાસ હાથ ધરી છે. આગની આ ઘટનામાં એક સિનિયર સિટીઝનનું મોત નીપજ્યું છે. જ્યારે ચાર ઓરડીઓ આગની ઝપેટમાં આવી ગઇ છે. ઘટનામાં સ્થાનિક પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સાથે પોલીસ એ પણ તપાસ કરશે કે ફર્નિચરના કારખાના કાયદેસર હતા કે કેમ. પોલીસ પણ જરૂર જણાય ત્યાં કાર્યવાહી કરવા ખાતરી આપી છે. જાેકે આગની આ ઘટનામાં એક પરિવારે તેમનો સદસ્ય ગુમાવ્યો છે.