સુરત રેલવે સ્ટેશન પર ધક્કા મૂક્કીમાં એકનું મોત
તંત્ર દોડતું થયુંઃગૃહ રાજ્યમંત્રીની ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક
સુરત, સુરત રેલવે સ્ટેશને દિવાળીના તહેવારની રજાના પગલે ભારે ભીડ જાેવા મળી હતી અને ભીડના કારણે ધક્કામુક્કી થતા એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે ત્રણ લોકો બેભાન થઈ ગયા હતા.
મોટાભાગના એકમોમાં દિવાળીના તહેવારની રજા શરુ થતી હોવાથી સુરત શહેરથી પોતાના વતન તરફ જવા માટે ભારે ભીડ સવારથી જ જાેવા મળી હતી. આજે છપરા જતી ગંગા એક્સપ્રેસ ટ્રેન જ્યારે સુરતના રેલવે સ્ટેશને પહોંચી ત્યારે એક સાથે જ લોકો ટ્રેનમાં ચડતી વખતે ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા. આ ધક્કામુક્કીમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો જ્યારે ત્રણ લોકો બેભાન થતા તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. One died in a stampede at Surat railway station
રેલવે સ્ટેશન પર ભારે ભીડ હોવાથી કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરો પણ ટ્રેનમાં ચડી શક્યા ન હતા. ટ્રેન પકડવામાં મુસાફરો ઊમટી પડતા અફરાતફરી મચી જવા પામી હતી જેમાં અનેક લોકો ભીડમાં દબાઈ ગયા હોવાથી શ્વાસ લેવામાં તકલીફ પડી હતી, જાે કે પોલીસ કર્મી તાત્કાલિક ધોરણે બેભાન થયેલા લોકોની મદદ આવી પહોંચી હતી અને પાણી છાંટી, માઉથ બ્રિધિગ આપીને જીવ બચાવ્યો હતો.
સુરત રેલવે સ્ટેશન પરથી બે દિવસથી ઊપડતી ટ્રેન પકડવા મોટી સંખ્યામાં મુસાફરો ઊમટી પડતાં અફરાતફરી મચી જવા પામી હતી. આજે પાંચ લોકો દબાઈ જવાના કારણે ઢળી પડ્યા હતા, જેથી ત્યાં હાજર રેલવે પોલીસ દ્વારા ઝ્રઁઇ આપી બચાવવાનો પ્રયાસ કર્યો હતો, જે પૈકી બેની હાલત ગંભીર થતાં ૧૦૮ દ્વારા નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં એક યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
આ ઘટના બાદ તંત્ર દોડતું થયું હતું. રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવી તાત્કાલિક રેલવે સ્ટેશન દોડી આવ્યા હતા અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. અને દિવાળી નિમિત્તે રેલવે તંત્ર દ્વારા વધારાની ટ્રેનો મુકાયેલી છે તે અંગેની માહિતી મેળવી હતી. આ બેઠક લાંબો સમય સુધી ચાલી હતી આ ઉપરાંત કેન્દ્રિય મંત્રી દર્શનાબેન જરદોશ પણ હોસ્પિટલ પહોંચી ગયા હતા અને ઈજાગ્રસ્તોની માહિતી મેળવી હતી.
આ ઘટનાના પગલે રેલવે સ્ટેશન ઉપર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્લેટફોર્મ ઉપર ક્ષમતા કરતાં વધુ પ્રવાસીઓ એકત્ર થઈ જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. અને એક યુવકે જીવ ગુમાવ્યો છે. આ ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે રેલવે અધિકારીઓને તાકિદ કરવામાં આવી છે.