એક ભૂલ અને અભિનેતા સંજય કપૂરનું કરિયર ખતમ!
મુંબઈ, અનિલ કપૂરે બોલિવૂડ પર ઘણા દાયકાઓ સુધી રાજ કર્યું ત્યારે તેમના ભાઈ સંજય કપૂરે પણ તેમના ભાઈની જેમ ફિલ્મોમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું. જાે કે સંજય કપૂરને તેના ભાઈ અનિલ કપૂર જેવું સ્ટારડમ નથી મળ્યું, પરંતુ તેણે બોલિવૂડને ઘણી યાદગાર ફિલ્મો આપી. આજે એટલે કે ૧૭મી ઓક્ટોબરે સંજય કપૂર પોતાનો ૫૮મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ૧૯૬૫માં જન્મેલા એક્ટર સંજય કપૂરને બોલિવૂડની હિટ ફિલ્મ ‘રાજા’ માટે યાદ કરવામાં આવે છે. ફિલ્મ ‘પ્રેમ’ વર્ષ ૧૯૯૫માં રીલિઝ થઈ હતી. આ ફિલ્મથી બોલિવૂડમાં બે નવા કલાકારોએ પ્રવેશ કર્યો હતો.
બંને કલાકારોના શાનદાર અભિનય છતાં ફિલ્મ ‘પ્રેમ’ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. આ ફિલ્મથી બોલિવૂડના બે શ્રેષ્ઠ કલાકારો સંજય કપૂર અને તબુએ બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ડેબ્યુ ફિલ્મ ફ્લોપ થયા બાદ સંજય કપૂરની બીજી ફિલ્મ પણ એ જ વર્ષે આવી હતી. અભિનેતાની બીજી ફિલ્મ ‘રાજા’ હતી જેમાં તે માધુરી દીક્ષિત સાથે જાેવા મળ્યો હતો. આ ફિલ્મ સુપરહિટ રહી હતી.
આ ફિલ્મમાં તેના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી અને આ ફિલ્મના ગીતોએ પણ બજારમાં ઘણી ધૂમ મચાવી હતી, પરંતુ ‘રાજા’ની સફળતાનો મોટાભાગનો શ્રેય માધુરી દીક્ષિતના નામે રહ્યો હતો. આ પછી સંજય કપૂર ઘણી ફિલ્મોમાં જાેવા મળ્યો હતો, પરંતુ તેની બીજી હિટ ફિલ્મ માટે તેને ૪ વર્ષનો લાંબો સમય રાહ જાેવી પડી હતી. અભિનેતાને તેની બીજી સફળ ફિલ્મ વર્ષ ૧૯૯૯માં મળી.
૧૯૯૯માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ર્સિફ તુમ’ને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી અને આ વખતે અભિનેતા નવોદિત અભિનેત્રી પ્રિયા ગિલ સાથે જાેવા મળ્યો હતો. બંનેની કેમેસ્ટ્રી ખૂબ જ જાેરદાર હતી અને ફિલ્મે પણ ઘણી કમાણી કરી હતી. સંજય કપૂરે આખી કારકિર્દીમાં ‘રાજા’ અને ‘ર્સિફ તુમ’ આ બે જ ફિલ્મો હિટ આપી છે. આ સિવાય તેની એક પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર કઈં ખાસ કમાલ બતાવી શકી નહતી.
સંજય કપૂરની કારકિર્દી ડૂબવા પાછળનું એક કારણ એ પણ છે કે તેણે ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોને નકારી કાઢી હતી. આવીજ એક ફિલ્મ હતી સલમાન ખાન અને ભૂમિકા ચાવલાની ‘તેરે નામ’. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સતીશ કૌશિક પહેલા અનુરાગ કશ્યપ આ ફિલ્મનું નિર્દેશન કરવા જઈ રહ્યા હતા અને તે સમયે સલમાન ખાન પહેલા સંજય કપૂરને ‘તેરે નામ’ ઑફર કરવામાં આવી હતી. જાે કે, અભિનેતાએ આ ફિલ્મને નકારી કાઢી હતી અને પછી બોલિવૂડમાં તેની કારકિર્દી ડૂબતી રહી.SS1MS