Western Times News

Gujarati News

દસ ગામ દીઠ એક ફરતા પશુ દવાખાનાએ 3.55 લાખ ઈમરજન્સી હેન્ડલ કરી

રાજ્યમાં મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરીએ 9921 ગામોને આવરી લીધા

કુલ 13 એમ્બ્યુલન્સ અને ફરતા પશુ દવાખાના દ્વારા અમદાવાદના ગ્રામીણ વિસ્તારમાં 122759 જેટલા પશુઓને તથા શહેરી વિસ્તારમાં માલિકી વગરના કુલ 57455 પશુ- પક્ષીઓને સારવાર આપી જીવ બચાવવામાં આવ્યા

ગુજરાત સરકારની એમ્બ્યુલન્સ સેવા 108ની જેમ એનિમલ હેલ્પલાઇન 1962 અમદાવાદ જિલ્લામાં કાર્યરત છે. જેમાં કુલ 13 એમ્બ્યુલન્સ અમદાવાદ જિલ્લાના અબોલા પશુઓને પક્ષીઓને સારવાર કરી સેવા આપે છે. આ સેવા ગ્રામીણ વિસ્તારમાં પશુપાલકોનો આર્થિક બોજો હળવો થાય તે હેતુથી 10 ગામ દીઠ એક ફરતુ પશુ દવાખાનુ પણ કાર્યરત છે.

જે કુલ 113 જેટલા પશુધન ધરાવતા મુખ્ય ગામોને સેવા પૂરી પાડે છે. આ સેવા ચાલુ થયાથી અત્યાર સુધીમાં ગ્રામીણ વિસ્તારમાં 122759 જેટલા પશુઓને સારવાર આપી જીવ બચાવ્યા છે. તથા અમદાવાદ શહેરી વિસ્તારમાં માલિકી વગરના કુલ 57455 પશુ- પક્ષીઓના જીવ બચાવવામાં આવ્યા હોવાનું સભ્ય સચિવ (પ્રોજેક્ટ કો-ઓડીનેટર), 1962 એનિમલની અખબારી યાદીમાં જણાવાયુ છે.


સમગ્ર ગુજરાતમાં પશુધન માલિકો માટે કુલ 460 એમ્બ્યુલન્સના કાફલા સાથે મફત પશુ ચિકિત્સા સેવા પૂરી પાડવા માટે સમર્પિત મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરીએ 9921 ગામોને આવરી લીધા છે. દસ ગામ દીઠ એક ફરતા પશુ દવાખાનાએ 21મી જૂન 2023 સુધી 355384 ઈમરજન્સીને હેન્ડલ કરી છે અને 5206347 કેસોમાં સારવાર  આપી છે.

આવનારા સમયમાં આ એમ્બ્યુલન્સની સંખ્યા વધવાથી સારવારની સાથે સાથે રોજગારની તક પણ વધવાની છે. જેનો ગુજરાતનાં નાગરિકો લાભ મેળવી શકશે. તેવું અમદાવાદ જિલ્લાના પ્રોજેક્ટ ઇનચાર્જ શ્રી પ્રદીપ પરમારે જણાવ્યું છે. સાથે સાથે આ સેવાનો ખૂબ લાભ લેવામાં આવે એવી લોકોને અપીલ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.