ગટર સાફ કરવા ઉતરેલા ત્રણમાંથી એકનું મોત
સુરતમાં આવેલી ખાનગી મિલકતોમાં જાે ડ્રેનેજ ચોક થઈ જાય તો તેને સાફ કરવા માટે જીવના જાેખમે માણસો ઉતારવામાં આવતા હોય છે
સુરત, સુરતના અલથાન રોડ પર આવેલા એક કોમર્શિયલ કોમ્પલેક્ષના પાર્કિંગમાં બનાવવામાં આવેલી લગ્ન વાડીના અઠવાડ માટે બનાવવામાં આવેલી ટાંકી (ગટર) ચોકબ થઈ જતા આ ગટરની કુંડી સાફ કરવા ઉતરેલા ત્રણ લોકોના શ્વાસ રૂંધાઇ જવા પામ્યા હતા.
જેને લઈને તે બેભાન થઈ જતા સ્થાનિક લોકોએ ભારતની મદદથી ત્રણ વ્યક્તિઓને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં સારવાર દરમિયાન વ્યક્તિનું મોત થયું હોવાની વિગતો સામે આવી રહી છે. સુરતમાં આવેલી ખાનગી મિલકતોમાં જાે ડ્રેનેજ ચોક થઈ જાય તો તેને સાફ કરવા માટે જીવના જાેખમે માણસો ઉતારવામાં આવતા હોય છે.
આ માણસોના કેટલીક વખત શ્વાસ રૂંધાઈ જવાને લઈને મોતની ઘટનાઓ પણ સતત સામે આવતી હોય છે. ત્યારે સુરતના અલથાણ ભીમરાડ રોડ નજીક એક કોમર્શિયલ કોમ્પ્લેક્સ આવેલું છે. આ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં લગ્નની વાડી બનાવવામાં આવી છે.
જાેકે અહીંયા વાડીમાં થયેલા જમણવાર બાદ એકત્ર કરવા માટે એક ટાંકી બનાવવામાં આવી હતી. મળતી વિગતો પ્રમાણે આ ટાંકીને લઈને આખા બિલ્ડીંગની ડ્રેનેજ લાઈન ચોક થઈ ગઈ હતી. જેને લઇને આજે ત્રણ જેટલા માણસોને બોલાવી અને સાફ કરવા માટે ઉતારવામાં આવ્યા હતા.
જાેકે તેમા એક પછી એક ટાંકીમાં ઉતરેલા ત્રણેય માણસો બેભાન થઈ જતા સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા અને ફાયર વિભાગને ઘટનાની જાણ કરતા ફાયરના લોકો ઘટના સ્થળે દોડી આવી ત્રણેય વ્યક્તિઓને બહાર કાઢી હોસ્પિટલ ખાતે ખસેડા હતા.
જાેકે સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. સમગ્ર ઘટનામાં ટાંકીમાં ઉતારનાર વ્યક્તિઓની બે જવાબદારીને લઈને એક વ્યક્તિએ જીવ ગુમાવવાની વારી આવી હતી. જાેકે આ બિલ્ડિંગના પાર્કિંગમાં બનાવવામાં આવેલી લગ્ન વાળી ગેરકાયદેસર હોવાનું જાણવા મળ્યું છે.
આ બિલ્ડીંગ શેરના ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર દ્વારા બનાવવામાં આવવાની વાત પણ સામે આવી છે. જાેકે આ ઘટનાના પગલે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.