ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણના પાસાઓને કારણે USAમાં દર પાંચમાંથી એક છાત્ર ભારતીય
દર વર્ષે ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ મેળવવા માંગતા હજારો ભારતીય વિદ્યાર્થીઓ યુનાઈટેેડ સ્ટેટસમાં કોલેજ અથવા યુનિવર્સિટીમાં જવાનું પસંદ કરે છે
શિક્ષણની ઉચ્ચ ગુણવત્તા, અભ્યાસક્રમની સુગમતા અને નેટવર્કિંગ તકો યુએસના હાયર એજ્યુકેશનને વધારે યુનિક બનાવે છે. દરવર્ષેે ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ મેળવવા માંગતા હજારો ભારતીય વિદ્યાર્થીઓ યુનાઇટેડ સ્ટેેટસમાં કોલેજ અથવા યુનિવર્સિટીમાં જવાનું પસંદ કરે છે.
ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ટરનેેશનલ એેજ્યુકેેશન દ્વારા વાર્ષિક ધોરણે તૈયાર કરવામાં આવતા ઓપન ડોર્સ રિપોર્ટ અનુસાર ૨૦૨૦-૨૦૨૧ શૈક્ષણિક વર્ષ માટે યુનાઈટેેડ સ્ટેટસમાં દર પાંચ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાંથી લગભગ એક ભારતીય હતો.
ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણના ઘણા પાસાઓ હોય છે. જેમાં ફ્લેક્સિબલ અભ્યાસક્રમો, સારી રીસર્ચ ફેસિલીટી, અનુભવી માર્ગદર્શકો, નાણાંકિય સુવિધા અને સ્કોલરશિપ અને અંડરગ્રેજ્યુએટ અને ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ બંને માટે સંશોધનની તકો પર ભાર આપવો વગેરેનોે સમાવેશ થાય છે. બીજી તરફ ઈન્ટરનેશનલ વિદ્યાર્થીઓને અમુક ખાસ સુવિધાઓ આપવામાં આવે છે.
જેમ કે, સાંસ્કૃતિક જાેડાણ, વોલેન્ટીયરીંગની તકો, તેમના શારીરિક અનેે માનસિક સ્વાસ્થ્યની સંભાળ અને વિદ્યાર્થીઓને સ્નાતક થયા પહેલા વ્યાવસાયિક નેટવર્ક બનાવવામાં મદદ કરેે છેે. આ એક મોટી લીસ્ટ છેે, પરંતુ યુએેસ યુનિવર્સિટીઓ અનેે કોલેજાે દર વર્ષેે પૂર્ણ કરે છે.
વિદ્યાર્થીઓ યુનાઈટેડ સ્ટેેટસમાં અભ્યાસ કરવાનું પસંદ કરે છે તેનું એક કારણ છે કેેે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટેે મોટી સંખ્યામાં શાળાઓ ઉપલબ્ધ છે. નેશનલ સેન્ટર ફોર એજ્યુકેશન સ્ટેટિસ્ટિક્સ અનુસાર ૨૦૧૯-૨૦૨૦ સુધી યુનાઈટેેડ સ્ટેટસમાં ૩, ૯૮૨ ડિગ્રી- ગ્રાન્ટિંગ પોસ્ટ સેકંડરી સંસ્થાઓ હતી.
યુનાઈટેડ સ્ટેટેસ- ઈન્ડિયા એજ્યુકેેશનલ ફાઉન્ડેશન સાથે મુંબઈમાં એજ્યુકેશન યુએેસએ સલાહકાર અદિતિ લેલે કે જેણે અરકાનસાસ યુનિવર્સિટીમાંથી પોતાનું પીએચડી પૂર્ણ કર્યું છે તેે કહેે છેે કે, વિદ્યાર્થીઓ પાસે વિશાળ વિકલ્પો છે, જેમાંથી તેઓ પસંદ કરી શકે છે. ત્યાં નાની, મધ્યમ અને મોટી યુનિવર્સિટીઓ છે, કેટલીક શહેરોમાં અને કેટલીક ગ્રામીણ વિસ્તારમાં જાહેર અને ખાનગી યુનિવર્સિટીઓ છે.
ત્યાં કોમ્યુનિટી કોલેજાે છે, જ્યાં તમે બે વર્ષનો અભ્યાસક્રમ કરી શકો છો અને એસોસિએટની ડિગ્રી મેળવી શકો છો અનેે પછી ચાર વર્ષ માટે યુનિવર્સિટીમાં જઇ શકો છો. તમે એવી યુનિવર્સિટીઓ પણ પસંદ કરી શકો છો, જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને વધુ નાણાંકીય સહાય આપે છે. તે બધું તમારી શૈક્ષણિક જરુરિયાતો અને વ્યક્તિગત પસંદગીઓ શું છેે તેેના પર નિર્ભર છે.
કેલિફોર્નિયાની સિલિકોન વેલી ટાઉન લોસ અલ્ટોસ હિલ્સમાં આવેલી કોમ્યુનિટી કોલેેજ, ફૂટહિલ કોલેજમાં ઉચ્ચ શિક્ષણની શરૂઆત કરનાર અર્શ ઠાકર જણાવે છે કે, નાની શરુઆત કરવાથી યુનાઈટેડ સ્ટેટસમાં જીવન પસાર કરવું વધુ સરળ બને છે. તે જણાવે છે કે, ફૂટહિલ કોલેજમાં અભ્યાસે મનેે સ્વતંત્ર બનાવ્યો.
કોમ્યુનિટી કોલેજમાં હોવા છતાં પણ મેં ઉચ્ચ-ગુણવત્તાવાળા શિક્ષણ અનેે સમર્થનનો અનુભવ કર્યાે અને આનાથી યુનાઈટેડ સ્ટેટસમાં મારું જીવન સરળ બન્યું છે. કાઉન્સેલર અને કેન્દ્રની એક્સેસથી મારા શૈક્ષણિક અનુભવમાં વધારો થયોે છે. નાના વર્ગના કદે મને મામરા પ્રોફેસરો સાથે નજીકથી કામ કરવાની તક આપી, જે મદદરુપ સાબિત થઈ હતી.
સાઉથ બેન્ડ, ઇન્ડિયાનામાં સ્થિત યુનિવર્સિટી ઓફ નોટ્રેે ડેમમાં કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહેલા વૈભવ અરોરા માટે તેમના ક્ષેત્રના વ્યાવસાયિકો મળવા એક વધારાનું બોનસ હતું. અરોરા જણાવે છે કે, મારી પાસે કલાસમાં જે શીખ્યા તેને વાસ્તવિક દુનિયામાં લાગુ કરવા માટેના સંસાધનો ઉપરાંત ઉદ્યોગમાં લોકોને મળવાની અને ઘણા વરિષ્ઠ, જાણકાર વ્યાવસાયિકો પાસેથી વિચારોની આપ-લે કરવાની ઘણી તકોે પણ હતી.
અનન્યા પોટેલાપલ્લી, ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીમાં પ્રિ-લો ટ્રેક પર બિઝનેસ મેજર છે, તેને પણ વિવિધ સ્ત્રોતોમાંથી તકો મળી હતી. તેે જણાવે છે કેે, યુનાઈટેડ સ્ટેટસમાં અભ્યાસ કરવો એ તમારી ક્ષિતિજાેેનેે ઊંચી લઈ જવા અને ખૂબ જ અનોખો કોલેજ અનુભવ મેળવવાનની શ્રેષ્ઠ તક હોેઈ શકે છે. તમારી પાસે કલાસ, વિદ્યાર્થી યુનિયન, ઇન્ટર્નશિપ તકો વગેરે દ્વારા વર્ગખંડમાં અને બહાર ઘણું શીખવાની તકો હોય છે. જ્યારે તમે કેમ્પસમાં આવો છોે, ત્યારે તમને જે વસ્તુઓમાં રસ છે તેમાં સામેલ થવાની અને વિવિધ કોમ્યુનિટીઝ અને અનુભવો બનાવવાની તમારી પાસે સ્વતંત્રતા અને સુગમતા હોય છેે.
આંતરરાષ્ટ્રીય હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અમેરિકાની એડમિશન પોલિસીનેે કારણે ત્યાંના અંડરગ્રેજ્યુએેટ પ્રોગ્રામ્સ માટેે અરજી કરતા હોય છે. તે અરજી પ્રક્રિયા વિદ્યાર્થીઓને માર્કશીટ અને ટેસ્ટ સ્કોર્સ જેવા શૈક્ષણિક પાસાઓની સાથે જાણીતી એક્ટિવિટીઓમાં દાખવેલ રસ અને વ્યક્તિત્વ દ્વારા પણ પોતાને વ્યક્ત કરવા માટે પણ પ્લેટફોર્મ પૂરું પાડે છે.
અરજીના માધ્યમથી વિદ્યાર્થીઓને હાઇસ્કૂલમાં હતા તે સમયની ૧૦ ઈત્તર પ્રવૃત્તિની સિદ્ધિઓ દર્શાવી શકે છે. આવી પ્રવૃત્તિઓેમાં ભાગ લેવો એ અરજદારના તેેમના વિદ્યાર્થી સમુદાયમાં ફિટ હોવાના યુનિવર્સિટીના નિર્ધાર પર ભાર મૂકે છે.