અમદાવાદના મીઠાખળીમાં મકાન ધરાશાયી થતા એકનું મોત
અમદાવાદ, ગુજરાતમાં ચોમાસાની શરૂઆતથી જ ભારે વરસાદ જાેવા મળી રહ્યો છે. જેને લઈને અનેક જગ્યા મકાન ધારાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી હતી. આજે અમદાવાદના મીઠાખળી ગામમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થયું હોવાની ઘટના સામે આવી રહી છે. One person died due to house collapse in Mithakhali
ગુજરાતમાં ચોમાસાની શરૂઆતથી જ ભારે વરસાદ જાેવા મળી રહ્યો છે. જેને લઈને અનેક જગ્યા મકાન ધારાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી હતી. આજે અમદાવાદના મીઠાખળી ગામમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થયું હોવાની ઘટના સામે આવી રહી છે. આ મકાન ધરાશાયી થતા તાત્કાલીક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જે બાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, પરિવારના તમામ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.
આ ઘટનાની જાણ થતા એલીસબ્રીજ ધારાસભ્ય અમિત શાહ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન કરી સતત ૩૦ મિનિટની શોધખોળ બાદ તેઓને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ બાદ, તમામ લોકોને તાત્કાલિક ધોરણે સારવાર માટે ૧૦૮ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે, આ ધરાશાયી થનાર ધરાશાયી થયેલું ત્રણ માળનું મકાન વર્ષો જૂનું હતું. આ પહેલા પણ અમદાવાદના મણિનગરમાં આવેલા સ્લમ ક્વાર્ટસમાં બાલ્કનીનો એક ભાગ ધરાશાયી થયો હતો. જેમાં અનેક લોકો કાટમાળમાં ફસાયા હતા. આ ઘટના બાદ ફાયર વિભાગની ટીમે સ્થળ પરથી ૩૦ લોકોને રેસ્ક્યૂ કર્યા હતા.SS1MS