Surat:યોગા કરતી વખતે એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત

પ્રતિકાત્મક
સુરત, સુરતના કિરણ ચોક વિસ્તારમાં વહેલી સવારે યોગા કરતી વખતે ૪૪ વર્ષીય યુવક ઢળી પડયા હતા. તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડતા ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. Surat: One person died of heart attack while doing yoga
મહત્વનું છે કે, સુરતમાં ક્રિકેટ રમીને ઘરે આવ્યા બાદ ત્રણ યુવાનના મોતની ઘટના સામે આવી ચૂકી છે ત્યારે વધુ એક યુવાનનું યોગા દરમિયાન મોત થતા અરેરાટી વ્યાપી ગઈ હતી. સુરતમાં કિરણ ચોક પાસે આવેલા હરે કૃષ્ણ પાર્ટી પ્લોટમાં દરરોજ લોકો એરોબિક્સ અને યોગા કરે છે. તેવામાં આજે સવારે લોકો યોગા અને એરોબિક્સ કરી રહ્યા હતા. તેવામા ૪૪ વર્ષીય મુકેશ ભાઈ પણ યોગા કરી રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, સવારથી આવ્યા ત્યારથી તેમને પેટમાં બળતરા અને એસીડીટી થતી હોવાની ફરિયાદ કરી હતી. થોડા ફ્રેશ થયા બાદ તેમણે યોગા શરૂ કર્યા હતા. તે દરમિયાન તેઓ ઢળી પડ્યા હતા. જેથી તાત્કાલિક તેમને નજીકની ડાયમંડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જાેકે ત્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાને પગલે મિત્ર મંડળ અને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયા હતા.
આ યુવાનોના મોત હાર્ટ એટેકના કારણે થયા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આજે ૪૪ વર્ષીય મુકેશ ભાઈ મેદપરાનું મોત થયું છે. મોત થતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી લાશને પી.એમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
મુકેશ ભાઈના મોતનું ચોક્કસ કારણ પી.એમ રિપોર્ટ આવ્યા બાદ જ માલુમ પડશે. જે પ્રકારે એક પછી એક યુવાનોને હાર્ટ અટેક આવી રહ્યા છે તેને લઈને ચિંતાનો માહોલ વધી રહ્યો છે. બે દિવસ પહેલા પણ ક્રિકેટ રમતા એક યુવકનું હાર્ટ અટેકને લઈને મોત થયાની ઘટના સામે આવી હતી.
રાજ્યમાં અત્યારે હાર્ટ એટેકના બનાવામાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા બે મહિલામાં ઘણા લોકોનું હાર્ટ એટેકથી મોત થયું છે.SS1MS