લીલા ગાંજાના ૫૯ છોડ સાથે એક ઈસમને પોલીસે ઝડપી પાડ્યો
મોરવા હડફ તાલુકાના તાજપુરી ગામનો શખ્સને ગાંજા સાથે ઝડપાયો
(પ્રતિનિધિ)ગોધરા, પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના તાજપુરી ગામના એક ખેતરમાંથી પોલીસે શાકભાજીના છોડ વચ્ચે ઉગાડવામાં આવેલા લીલા ગાંજાના ૫૯ છોડ સાથે એક ઈસમને ઝડપી પાડીને નાર્કોટિક્સ એક્ટ હેઠળ મોરવા હડફ પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરાઈ છે.
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના તાજપુરી ગામમાં રહેતા ભારતસિંહ બારીયા નામના ઈસમ દ્વારા પોતાના ખેતરમાં ગાંજાના છોડનું વાવતેર કરવામાં આવ્યું હોવાની બાતમી ર્જીંય્ પોલીસ ઈન્સપેક્ટર આર.એ.પટેલને મળી હતી.
જેના આધારે એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટર આર.એ.પટેલ તેમજ પો.સ.ઇ. કે.એમ.રાઠોડ સહિત એસ.ઓ.જી. પોલીસના સ્ટાફે તાજપુરી ગામે રહેતા ભારતસિંહ બારીયાના ખેતરમાં એકાએક તપાસ હાથ ધરના ખેતરમાં રીંગણ અને મરચાના છોડ સાથે લીલા ગાંજાના છોડ ઉગાડેલા મળી આવ્યા હતા.
એસ.ઓ.જી. પોલીસ દ્વારા એફ.એસ.એલ.ની મદદ લેવામાં આવતા એફ.એસ.એલ.ની ટીમે ખેતરમાં ઉગાડેલા છોડનું પરીક્ષણ કરતા તે છોડ વનસ્પતિજન્ય લીલા ગાંજાના છોડ હોવાનું સામે આવ્યું હતું. જેથી એસ.ઓ.જી. પોલીસ દ્વારા ખેતરમાં ઉગાડેલા
વનસ્પતિજન્ય લીલા ગાંજાના ૫૯ છોડને કબ્જે લઈ તેનું વજન કરાવવામાં આવતા ૩૯.૦૮ કિલોગ્રામ જેની અંદાજિત કિંમત રૂ. ૩,૯૦,૮૦૦ના લીલાગાંજાના જથ્થા સાથે પોલીસે તેનું વાવેતર કરનાર ખેડૂત ભારતસિંહ બારીયાને ઝડપી પાડી તેની વિરૂદ્ધ મોરવા હડફ પોલીસ મથકે નાર્કોટિક્સ એકટ મુજબનો ગુનો નોંધ્યો હતો.