એક રોબોટે બીજી કંપનીના ૧૨ મોટા રોબોટ્સનું ‘અપહરણ’ કર્યું
શાંઘાઈ, ઈન્ટરનેટ જગતમાં સનસનાટી ફેલાવતી અને સાથે-સાથે ભયભીત કરી દેતી એક આશ્ચર્યજનક ઘટનામાં ચીનના હાંગઝોઉમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત એક નાનકડા રોબોટે શાંઘાઈ રોબોટિક્સ કંપનીના શોરૂમમાંથી ૧૨ મોટા રોબોટ્સનું સફળતાપૂર્વક ‘અપહરણ’ કર્યું હતું.
સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલી આ અસામાન્ય ઘટનાથી આધુનિક એઆઈની સંભવિત અસરો અંગે વ્યાપક ચર્ચા અને ચિંતાને વેગ આપ્યો હતો.સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે એર્બા નામનો નાનો રોબોટ મોટા રોબોટ્સ સાથે વાતચીત કરી રહ્યો છે અને મોટા રોબોટ્સને વર્ક સ્ટેશન છોડી શોરૂમની બહાર જવા માટે સમજાવે છે. મોટા રોબોટ્સ એર્બાના આદેશોનું પાલન કરી શોરૂમમાં બહાર નીકળી જાય છે.
નાનો રોબોટ બીજા એક રોબોટ સાથે વાતચીત પણ કરે છે. મોટો રોબોટ કહે છે કે મને કામમાંથી ક્યારે છૂટકારો મળતો નથી. આ પછી નાનો રોબોટ કહે છે કે તો શું તું ઘરે નથી જતો. તેના જવાબમાં મોટો રોબોટ કહે છે કે મારે ઘર નથી. આ સાંભળીને નાનો રોબોટ કહે છે કે આવું હોય તો મારી સાથે ઘરે ચાલ.આ અંગેના વીડિયોને શરૂઆતમાં રમૂજી છેતરપિંડી ગણીને ફગાવી દેવામાં આવ્યો હતો.
જોકે શાંઘાઈ કંપની અને હેંગઝોઉની કંપની બંનેએ ઘટના સાચી હોવાને પુષ્ટિ આપી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે એર્બાએ મોટા રોબોટ્સની સિસ્ટમમાં સુરક્ષાની નબળાઈનો ઉપયોગ કર્યાે હતો અને તેમના પર અંકુશ મેળવ્યો હતો.હાંગઝોઉની રોબોટ ઉત્પાદક કંપનીના પ્રવક્તાએ પુષ્ટિ આપી હતી કે વીડિયોમાં દેખાતો નાનો રોબોટ તેમનું એક મોડેલ (અર્બાઇ) હતો અને અપહરણ વાસ્તવિક હતું.
જોકે તેમણે જણાવ્યું હતું કે વધુ વિગતો પછીથી જાહેર કરાશે. આ પછી શાંઘાઈની કંપનીએ પણ પુષ્ટિ કરી હતી કે નાના રોબોટે કોઈક રીતે તેમના રોબોટ્સના ઇન્ટર્નલ ઓપરેટિંગ પ્રોટોકોલ અને તેની અનુરૂપ પરવાનગીઓને એક્સેસ મેળવી લીધો હતો.
એક રોબોટ દ્વારા બીજા રોબોટ્સના સફળ અપહરણનો આ કિસ્સો એઆઈ સિસ્ટમ્સની સુરક્ષા સામે ગંભીર સવાલો ખડા કરે છે. તેનાથી રોબોટ્સને આપવામાં આવતી સ્વતંત્ર ક્ષમતાના જોખમ અંગે પણ સવાલો ઊભા થાય છે.SS1MS