દિલ્હીમાં ભારત-અમેરિકાના પ્રધાનો વચ્ચે યોજાઈ ટૂ પ્લસ ટૂ બેઠક
ખાલિસ્તાની આતંકવાદી પન્નુ સહિતના મુદ્દાઓ પર થઈ ચર્ચા
સંરક્ષણ ક્ષેત્રે ભારત-અમેરિકા વચ્ચે મહત્ત્વપૂર્ણ સમજૂતી
નવી દિલ્હી, ભારત અને યુ.એસ.એ વચ્ચે યોજાયેલી ટુ પ્લસ ટુ મીટીંગમાં શુક્રવારના રોજ ચીનના પડકારનો સામનો કરવા માટે મુક્ત અને ખુલ્લા ઈન્ડો-પેસિફિકને સુરક્ષિત રાખવા માટે તેમની વ્યૂહાત્મક ભાગીદારીને વિસ્તારવા માટે નવા રસ્તાઓ શોધી કાઢ્યા હતા, બંને પક્ષોએ સંયુક્ત રીતે સશસ્ત્ર પાયદળ વાહન વિકસાવવા અને ઉત્પાદન કરવાની યોજનાઓ પર મહત્ત્વપૂર્ણ સમજૂતી થઈ હતી.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને વિદેશ પ્રધાન એસ જયશંકર અને તેમના અમેરિકન સમકક્ષ લોયડ ઓસ્ટિન અને એન્ટની બ્લિન્કનની સહ-અધ્યક્ષતા હેઠળની પાંચમી વાર્ષિક મંત્રી સ્તરીય સંવાદમાં સંરક્ષણ ઉદ્યોગની ભાગીદારીથી લઈને આતંકવાદ વિરોધી અને અત્યાધુનિક તકનીકો સુધીના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સેમિકન્ડક્ટર્સ અને ક્રિટિકલ મિનરલ્સ જેવા ક્ષેત્રોમાં સમજૂતીઓ સધાઈ હતી.
My opening remarks at the 5th India-US 2+2 Ministerial Dialogue pic.twitter.com/rKmiWdPddu
— Dr. S. Jaishankar (@DrSJaishankar) November 10, 2023
જૂનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુ.એસ.ની મુલાકાત દરમિયાન અનાવરણ કરાયેલી અનેક પહેલો પર બંને પક્ષો વચ્ચે વાતચીત થઈ હતી. બંને પક્ષો ભારતના નવા લડાયક જેટને પાવર આપવા માટે એન્જિનના સહ-ઉત્પાદન અને ૩૧ સ્ઊ-૯મ્ રીપર ડ્રોનની સપ્લાય પર સંમત થયા હતા અને તે પણ અવકાશ, શિક્ષણ અને આરોગ્ય જેવા ક્ષેત્રોમાં સહકારને વધુ ગાઢ બનાવવાના માર્ગો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
અમેરિકાના વિદેશપ્રધાન એન્ટની બ્લિંકન અને રક્ષાપ્રધાન ઓસ્ટિન લોયડ હાલમાં ભારતના મહેમાન બન્યા છે. અમેરિકાના આ બંને હાઈ પ્રોફાઈલ નેતાઓએ આજે એટલે કે શુક્રવારે નવી દિલ્હીમાં વિદેશપ્રધાન જયશંકર અને રક્ષાપ્રધાન રાજનાથ સિંહની સાથે ટુ પ્લસ ટુ ચર્ચા કરી. આ દરમિયાન ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. જેમાં ભારત અને કેનેડા વિવાદ પણ સામેલ છે.
આ બેઠક બાદ ભારતના વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ જણાવ્યું કે આ બેઠકમાં ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ છે પણ જ્યાં સુધી કેનેડાનો પ્રશ્ન છે. અમે અમારા તમામ મિત્રો અને ભાગીદારોને આ મુદ્દા પર ચર્ચા કરી છે અને તેની પર આપણુ વલણ સ્પષ્ટ છે, જેની પર અમે ઘણા અવસરે વિસ્તારથી જણાવ્યું છે. સુરક્ષાને લઈને ઘણી ચિંતાઓ છે અને મને વિશ્વાસ છે કે તમે બધાએ જ ગુરપતવંત સિંહ પન્નુનો તે વીડિયો જાેયો હશે, જેમાં તેને ધમકી આપી છે કે ૧૯ નવેમ્બરે એર ઈન્ડિયાના વિમાનથી ટ્રાવેલ ના કરવુ નહીં તો જીવનું જાેખમ રહેશે.
ક્વાત્રાએ કહ્યું કે તેનાથી અમારી સુરક્ષા સંબંધિત ચિંતાઓ વધી ગઈ છે પણ અમે વલણ સ્પષ્ટ કર્યુ છે. જણાવી દઈએ કે બંને દેશોની વચ્ચે આ સ્તરની આ પાંચમી બેઠક છે. આ બેઠક ૨૦૧૮ બાદથી દર વર્ષે થઈ રહી છે.
શીખ ફોર જસ્ટિસ સંગઠનનો પ્રમુખ પન્નુ ભારતનો વોન્ટેડ આતંકી છે. સમગ્ર દેશમાં તેની સામે ૧૬ કેસ દાખલ છે. દિલ્હી, પંજાબ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને ઉત્તરાખંડમાં ખાલિસ્તાની મૂવમેન્ટને લઈ તેની પર આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેની પર પંજાબના સરહિંદમાં ેંછઁછ હેઠળ કેસ દાખલ છે.