બેંકની ભૂલથી ખાતામાં જમા નાણા ન ચૂકવતા આરોપીને એક વર્ષની કેદ
આરોપીએ બેંકને આપેલ ચેક રિટર્ન થતા થયેલી ફરિયાદના આધારે ચુકાદો
ડીસા, મહેસાણા અર્બન બેંકની શાખામાં બેંક કર્મચારીની ભૂલથી આરોપીના ખાતામાં ચેક જમા થઈ જતા આરોપીએ પુરા નાણા પરત ન કરતા તેમજ બેંકને આપેલો ચેક પણ રિટર્ન થતા બેંકે કરેલી ફરિયાદના આધારે ડીસાના ત્રીજા એડિશનલ ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને રૂપિયા ૯.૦૬ લાખ ચૂકવવા તેમજ નાણા ન ચૂકવે તો વધુ છ માસની કેદની સજાનો હુકમ કર્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે ડીસાના આરતી કોમ્પલેક્ષમાં ધી મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંકની શાખા આવેલી છે. જે શાખામાં ડીસાના ગોવર્ધન પાર્કમાં રહેતા જીતેન્દ્રકુમાર તલાજી ગેલોત ખાતું ધરાવે છે. આ જીતેન્દ્રકુમારને પ્રવીણ અંબાલાલ ઠકકરે પોતાનો રૂપિયા ૮ લાખનો એસબીઆઈનો ચેક આપેલ હતો જોકે એસબીઆઈમાં પ્રવીણ ઠકકરનું ખાતું બંધ હતું
પરંતુ મહેસાણા અર્બન બેંકે ચેક કિલયરિંગમાં મોકલતા બેંકની ભુલના કારણે ખાતું બંધ હોવા છતાં જીતેન્દ્રકુમારના ખાતામાં આઠ લાખ રૂપિયા જમા થઈ ગયા હતા. જેમાંથી જીતેન્દ્રકુમારે તરત જ રૂ.૪,પ૩,ર૮૭ જેટલી રકમ ઉપાડી લીધી હતી. બેંકે તેઓનેઆ બાબતની જાણ કરતા તેઓએ ૯૦ દિવસમાં બેંકના નાણાં પરત આપવાનું કહેલ તેમજ લેખિત બાંહેધરી આપી પોતાનો રૂ.૪,પ૩,ર૮૭નો ચેક આપી બેંકને પૈસા પરત આપવાનો ભરોસો આપ્યો હતો.
જે બેંકે તા.૧૭.૧૧.રરના રોજ ખાતામાં ભરત ફંડ ન હોવાથી ચેક રિટર્ન થયો હતો. જેથી બંકના મેનેજર જયમીનકુમાર જમનાલાલ પટેલે આ અંગે વકીલ કે.વી. ગેલોત મારફતે જીતેન્દ્રકુમાર ગેલોતને બેંક સાથે છેતરપીંડી કરાઈ હોવાની નોટીસ પાઠવી હતી. બાદમાં આ અંગે ચેક રિટર્નનો કેસ દાખલ કર્યો હતો. જે કેસ ડીસાની ત્રીજી એડિશનલ ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશ જે.એસ. પ્રજાપતિ દ્વારા બેંકના
વકીલ કે.વી. ગેલોતની દલીલોને ગ્રાહય રાખી આરોપી જીતેન્દ્રકુમાર તલાજી ગેલોતને ધી નેગોશિયબલ ઈન્સ્ટ્રમેન્ટ એકટ ૧૩૮ ના ગુનામં તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. જયારે રૂ.૯,૦૬,પ૭૪ની રકમ ૩૦ દિવસમાં ભરવા તેમજ પૈસા ન ભરે તો વધુ છ માસની સાદી કેદનો પણ હુકમ કર્યો હતો. આ ઉપરાંત આરોપી તરફે અગાઉ થયેલ જાત મુચરકા તેમજ જામીન ખત રદ કરવાનો પણ આદેશ કોર્ટ દ્વારા કરાયો હતો.