વિદેશમાંથી તબીબી અભ્યાસ કરનારા માટે હવે એક વર્ષ ઇન્ટર્નશીપ ફરજિયાત
અમદાવાદ, કોઇપણ દેશમાંથી મેડિકલનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ પૈકી જેઓએ વધારાના ઓફલાઇન કલાસ ભર્યા હોય તેઓએ હવે માત્ર એક જ વર્ષ ઇન્ટર્નશીપ કરવાની રહેશે તેવી સ્પષ્ટતાં નેશનલ મેડિકલ કમીશન એટલે કે એનએમસી દ્વારા કરવામાં આવી છે.
મહત્વની વાત એ કે,વારંવાર બદલવામાં આવતાં નિયમોના કારણે વિદ્યાર્થીઓમાં ભારે દ્વિધાભરી સ્થિતિ ઉભી થઇ છે. વિદેશમાં મેડિકલનો અભ્યાસ કરીને આવતાં વિદ્યાર્થીઓ પૈકી જેઓએ ઓનલાઇન અભ્યાસ કર્યાે હોય અને ફરીવાર જઇને ઓફલાઇન અભ્યાસ કર્યાે હોય તેમના માટે ઇન્ટર્નશીપ કેટલી કરવી તે અંગે નિયમોમાં વારંવાર ફેરફાર કરવામાં આવી રહ્યો છે.
સૂત્રો કહે છે કે ભૂતકાળમાં જે વિદ્યાર્થીઓએ ૧૫ મહિના કે તેનાથી વધારે અભ્યાસ કર્યાે હોય અને પછી ઓફલાઇન કલાસ ભર્યા હોય તો પણ બે વર્ષ ઇન્ટર્નશીપ કરવાની રહેશે તેવી જાહેરાત નેશનલ મેડિકલ કમીશન દ્વારા કરવામાં આવી હતી. ભૂતકાળમાં કમીશને કરેલી જાહેરાતમાં ફિલિપાઇન્સ, યુક્રેન, રશિયા જેવા દેશના નામોનો ઉલ્લેખ કર્યાે હોવાથી વિદ્યાર્થીઓની દ્વિધા ઉભી થઇ હતી કે, જે દેશનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી તેમાંથી મેડિકલનો અભ્યાસ કરીને આવેલા વિદ્યાર્થીઓએ વધારે ઇન્ટર્નશીપ શું કરવા કરવી જોઇએ તેવા પ્રશ્નો પણ ઉભા થયા હતા.
બીજીબાજુ તાજેતરમાં નેશનલ મેડિકલ કમીશન દ્વારા નવેસરથી એવી જાહેરાત કરવામાં આવી છે કે હવે કોઇપણ દેશમાંથી મેડિકલનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ પૈકી જેઓએ ઓનલાઇનની સાથે સાથે પુરતા ઓફલાઇન કલાસ ભર્યા હોય અને એમબીબીએસની સમકક્ષ પરીક્ષા પાસ કરી હોય તેઓએ હવે એક વર્ષની ઇન્ટર્નશીપ કરવાની રહેશે.
આમ, એનએમસીએ અગાઉ ૭મી જૂનના રોજ કરેલી જાહેરાતને રદ કરીને નવેસરથી હવે કરાયેલી જોગવાઇ પ્રમાણે કોઇપણ દેશમાંથી મેડિકલનો અભ્યાસ કર્યાે હોય અને ઓનલાઇનની સાથે ઓફલાઇન અભ્યાસ કર્યાે હોય તો તેઓેએ હવે એક વર્ષની જ ઇન્ટર્નશીપ કરવાની રહેશે.
આ નિયમ કોઇપણ દેશમાંથી મેડિકલની સમકક્ષ અભ્યાસ કરીને આવ્યા હોય તેવા તમામ વિદ્યાર્થીઓને લાગુ પડશે તેવી સ્પષ્ટતાં પણ કરી દેવામાં આવી છે.SS1MS