મિત્ર સાથે મસ્તી કરવાં જતાં બંને મિત્રો બીજે માળથી નીચે પટકાયાં
(એજન્સી)પાલનપુર, પાટણમાં રહેતા કેટલાંક મિત્રો માઉન્ટ આબુ ખાતે મિત્રની બર્થડે પાર્ટી કરવા માટે ગયા હતા. બર્થડે પાર્ટી કરીને રિટર્ન ફરતી વખતે તેઓ પાલનપુરમાં આવેલા આર્કેડ કોમ્પલેક્સમાં ફ્રેશ થવા માટે રોકાયા હતા.
આ દરમિયાન કોમ્પલેક્સના બીજા માળની ગેલેરીમાં આવેલી લોખંડની ગ્રીલ પર એક મિત્ર બેસ્યો હતો.
ત્યારે બીજાે મિત્ર આવીને મસ્તીમાં તેને બાથમાં લેવાનો પ્રયાસ કરવા જતા બંને નીચે પટકાયા હતા. નીચે પટાકાયા બાદ બંને મિત્રોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે બાદ તાત્કાલિક સારવાર માટે તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન એક મિત્રનું મોત થયું હતું.
CCTV footage has surfaced where two individuals can be seen falling from the floor of a #complex building. The footage appears to be from #Palanpur and has gone #viral.#cctv #gujarat #viralvideos #news #newsupdate #update pic.twitter.com/ECpZRpT211
— Ourahmedabad (@Ourahmedabad1) July 19, 2022
જે બાદ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ, પાટણમાં રહેતા ચાર મિત્રો બર્થડે ઉજવવા માટે માઉન્ટ આબુ ગયા હતા. આબુથી પરત ફરતી વખતે ફ્રેશ થવા માટે આ મિત્રો પાલનપુર ખાતે રોકાયા હતા.
ત્યારે પાલનપુરમાં આવેલા આર્કેડ કોમ્પલેક્સના બીજા માળે ગયા હતા. આ દરમિયાન એક મિત્ર બીજા માળે લગાવવામાં આવેલી લોખંડની ગ્રીલ પર બેસેલો હતો. ત્યારે બીજાે મિત્ર આવ્યો અને મસ્તીમાં તેને બાથમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ગ્રીલ પરથી હાથ છટકી જતા બંને મિત્રો બીજા માળેથી નીચે પટકાયા હતા.