Western Times News

Gujarati News

ONGC પ્લાન્ટમાંથી ટ્રીટેડ વોટર દ્વારા સંથાલ વિસ્તારમાં ગાઢ મિયાવાકી જંગલનું નિર્માણ કરાશે

સાંસદ હરિભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ૧૦ મી હાઈ પાવર કમિટી (એચપીસી)ની બેઠક યોજાઈ

(પ્રતિનિધિ) મહેસાણા, મહેસાણા લોકસભાના સાંસદશ્રી અને હાઈ પાવર કમિટી ઓએનજીસી મહેસાણાના અધ્યક્ષ શ્રી હરિભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ૧૦ મી હાઈ પાવર કમિટી (એચપીસી) ઓએનજીસીની બેઠક એન.કે.ભવન, ઓએનજીસી મહેસાણા ખાતે યોજાઈ હતી.

ગતરોજ આ બેઠકમાં કાર્યકારી કાર્યો અને પ્રવૃત્તિઓ રજુ કરવામાં આવી હતી . જેમાં ખાસ કરીને ઓએનજીસી પ્લાન્ટમાંથી ટ્રીટેડ વોટર દ્વારા સંથાલ વિસ્તારમાં ગાઢ મિયાવાકી જંગલનું નિર્માણ કરવાની ચર્ચા કરવામાં આવી હતી.

જેમાં ઓએનજીસીએ આ બાબતો પર વિસ્તૃત અપડેટ્‌સ પ્રસ્તુત કર્યા હતા. નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ભાડાની ચુકવણી રૂ. ૮૩.૪૫ કરોડ જેટલી થાય છે.નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે પાકને નુકસાન વળતર અને રો કુલ રૂ. ૧૨.૭૪ કરોડસીએસઆર અને સીઈઆરની પહેલ, જેમાં આશરે રૂ. ૨૩ કરોડના ખર્ચનો સમાવેશ થાય છે.
આરએફસીટીએલએઆર એક્ટ, ૨૦૧૩ હેઠળ નિયમ ૧૦૪ નો અમલ ,

ઓએનજીસી કોલોનીમાં નર્મદાનો પાણી પુરવઠો , ખેડૂતો દ્વારા કરાએલી રજુઆતો પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ઇડી-એએમની આગેવાની હેઠળની ઓએનજીસીની ટીમે વિસ્તૃત સ્પષ્ટતાઓ આપી હતી ખાસ કરીને સીએસઆર અને સીઇઆર પ્રયાસો સાથે સંબંધિત પ્રક્રિયાગત જરૂરિયાતો પર ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં વિશ્વાસનું નિર્માણ અને જમીન સંપાદન (એલએક્યુ)ના મુદ્દાઓના સમયસર નિરાકરણના મહત્ત્વને પ્રતિપાદિત કરવામાં આવ્યું હતું. એવી સંમતિ સધાઈ હતી કે ચાલુ સંવાદ જાળવવા અને સામુદાયિક ચિંતાઓનું અસરકારક નિરાકરણ લાવવા માટે એચપીસીની બેઠકો વધુ વખત યોજવી જોઈએ…..

આ બેઠકમાં કલેક્ટર શ્રી એસ. કે. પ્રજાપતિ , ઇડી એસેટ મેનેજર શ્રી સુનિલ કુમાર, ઇડી – એચઇએસ શ્રી જી. જય શંકર , હેડ એચઆર-ઇઆર શ્રી એ. એસ. રાવ, હેડ એચએસઇ શ્રી વિનોદ મોટવાણી , એએસએમ શ્રી યુ. કે. સિંહા , શ્રી એમ. જે. પ્રજાપતિ અને શ્રી જયનીલ દેસાઇ સહિત હાઈ પાવર કમિટી ઓએનજીસી ના મુખ્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.