ગરબાડા ચોકડી નજીક ચાલુ કારમાં આગ : ચાલકનો આબાદ બચાવ

(પ્રતિનિધિ)દાહોદ, દાહોદના ઇન્દોર અમદાવાદ હાઈવે પર ગરબાડા ચોકડી નજીક દાહોદ થી ગોધરા તરફ જતી મારુતિ વાનમાં શોટસર્કિટને કારણે આગ ભભૂકી ઉઠતા જાેતજાેતા માં મારુતિ વાન બળીને ખાક થઈ ગઈ હતી. ચાલકની સમય સૂચકતા ને કારણે ચાલકનો આબાદ બચાવ થતા જાનહાની ટળી હતી.
આજરોજ ઇન્દોર અમદાવાદ હાઈવે પર ગોધરા તરફ જઈ રહેલી મારુતિ વાન દાહોદની ગરબાડા ચોકડી નજીક પહોંચી હતી તે વખતે શોટસર્કિટ થતા જીવનમાં આગ ભભૂકી ઉઠી હતી.
મારુતિ વાનમાં આગ લાગતા તેના ચાલકે સમય સૂચકઆ વાપરી વાનને થોભાવી નીચે ઉતરી જતા મારુતિ વાન ના ચાલકનો આબાદ બચાવ થયો હતો. જાેતજાેતા માં આગે પ્રચંડ રૂપ ધારણ કરી લેતાં મારુતિ વાન બળીને ખાક થઈ ગઈ હતી. આગની આ ઘટના ની જાણ દાહોદ ફાયરસ્ટેશને કરાતા ફાયર બ્રિગેડના લાશ્કરો ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા.
પાણીનો મારો ચલાવી મારૂતિ વાનમાં લાગેલી આગ પર ભારે જહેમત બાદ કાબુ મેળવી આગ ઓલવી નાખી હતી. આ બનાવને પગલે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આ ઘટનાના પગલે થોડા સમય માટે નેશનલ હાઇવે પરનો વાહન વ્યવહાર ખોરવાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની કે કોઈને ઈજા થવા પામી ન હતી.