ગિરનારમાં જતા લોકો માટે ઓનલાઇન બુકિંગ થઈ શકશે

જૂનાગઢ, જૂનાગઢની મુલાકાત લેતા લોકો માટે આનંદના સમાચાર છે. ખાસ કરીને જે લોકો રોપ વેમાં બેસીને ગિરનાર ચઢવા માંગતા હોય તેમના માટે સારા સમાચાર છે. રોપ વેનું સંચાલન કરતી કંપની ઓનલાઇન ટિકિટની સુવિધા આપવાની શરૂઆત કરવાની જાહેરાત કરી છે.
આ સુવિધા પહેલી સપ્ટેમ્બરથી શરૂ થશે. એટલે કે આગામી દિવાળીમાં જૂનાગઢની મુલાકાત લેવા માંગતા લોકો રોપ વેની સફરથી વંચિત નહીં રહે. ઓનલાઇન બુકિંગથી તહેવારોના દિવસોમાં રોપ વેની સફર માટે પ્રવાસીઓ સુવિધામાં વધારો થશે. મુલાકાતીઓ www.udankhatola.com પરથી ટિકિટ બુકિંગ કરાવી શકે છે. જૂનાગઢમાં ગિરનાર પર્વત પર રોપ વે સેવા ચાલી રહી છે.
જેની ટિકિટમાં ઘટાડો થયો છે. નવા દરો ૧૮મી જુલાઈથી અમલમાં આવ્યા છે. પહેલી રોપ વેની ટિકિટ પર ૧૮ ટકા જીએસટી લાગતો હતો. બાદમાં તે ઘટીને પાંચ ટકા થયો હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ૨૪ ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વેનું ઈ-લોકાર્પણ કર્યું હતું. રોપ વેની ટિકિટમાં ઘટાડો થયો છે. હવે ટિકિટ પર ૧૮ને બદલે પાંચ ટકા જીએસટી લાગશે.
નવા દરનો અમલ થયા બાદ પહેલા બહાર ગામના પ્રવાસીઓ માટે રોપ વેની ટિકિટ ૭૦૦ રૂપિયા હતી, હવે તેનો ચાર્જ ઘટાડીને ૬૨૩ કરવામાં આવ્યો છે. જૂનાગઢના સ્થાનિક લોકો માટે રોપ વેનો ચાર્જ ૫૯૦ રૂપિયા હતો, હવે તેનો ચાર્જ ઘટાડીને ૫૨૩ રૂપિયા થયો છે.
ઉલ્લેખનીય છે કે રોપ વેની શરૂઆત વખતે ૨૫ ઓક્ટોબર, ૨૦૨૦થી ૧૪ નવેમ્બર, ૨૦૨૦ સુધી ડિસ્કાઉન્ટ ભાવે મુસાફરી ઑફર કરવામાં આવી હતી. જે બાદમાં ચાર્જમાં વધારો કરવામાં આવ્યો હતો. જે બાદમાં લોકોમાં રોષ વ્યાપી ગયો હતો. આ મામલે અનેક રજુઆત બાદ ચાર્જમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ગિરનાર રોપ વે પ્રોજેક્ટ ભવનાથ તળેટીથી લઈને અંબાજી મંદિર સુધીનો છે.
જેમાં કુલ ૯ ટાવર ઊભા કરાયા છે. તેમાં ૬ નંબરનો ટાવર કે જે ગિરનારના એક હજાર પગથીયા પાસે આવેલો છે, તે ટાવર આ યોજનાનો સૌથી ઊંચો ટાવર છે, જેની ઉંચાઈ ૬૭ મીટર છે. ભવનાથ તળેટીથી લઈને અંબાજી સુધીનું અંતર ૨.૩ કી.મી.નું છે. જે રોપ વેથી પ્રવાસીઓ ૭ મિનિટમાં તળેટીથી અંબાજી પહોંચી શકે છે.
ગિરનાર રોપ વે માટે વર્ષો સુધી રાહ જાેવામાં આવી હતી. રોપ વેના પ્રથમ નક્કી કરાયેલા રૂટમાં ગિરનારી ગીધના માળા આવતા હોવાથી તે રૂટ પડતો મૂકવાની ફરજ પડી હતી. એક સમયે તો કેન્દ્રની યૂપીએ સરકારે આ પ્રોજેક્ટને લીલી ઝંડી આપવાનો ઇન્કાર કરી દીધો હતો.
જાેકે, વડાપ્રધાન મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે શિલાન્યાસ કરવામાં આવેલા પ્રોજેક્ટને પર્યાવરણની લીલી ઝંડી મળ્યા બાદ નવો રૂટ પસંદ કરવામાં આવ્યો હતો.SS1MS