આ કારણસર મોબાઈલના નાના અને છુટક વેપારીઓનો ધંધો ખતમ થઈ રહયો છે
માત્ર ટ્રેડિગ પ્લેટફોર્મ પુરો પાડવાનો નિયમ હોવા છતાંય ગ્રુપ કંપનીઓ ઉભી કરીને તેના થકી ઓનલાઈન કરાતો વેપાર-ઓનલાઈન કંપનીઓ ગ્રુપ કંપનીઓ બનાવી નાના વેપારીઓને તોડે છે
(એજન્સી)અમદાવાદ, ઓનલાઈન પ્રોડકટસ વેચવા માટે ફિલપકાર્ટ (Flipkart) અને એમેઝોન (Amazon) જેવી કંપનીઓએ છૂટક વેપારીઓએ તેમના પ્રોડકટસ વેચવા માટે માત્ર પ્લેટફોર્મ જ પુરું પાડવાનું હોવા છતાંય તેઓ પોતાની ગ્રુપ કંપનીઓ ઉભી કરીને તેમના નામથી છુટક કરી રહી છે. આ ગેરકાયદેસર કામકાજને કારણે મોબાઈલના નાના અને છુટક વેપારીઓનો ધંધો ખતમ થઈ રહયો છે.
તેથી તેમની આ ગેરકાયદે પ્રવૃત્તિને અટકાવીને નાના અને છૂટક વેપારીઓના ધંધા બચાવી લેવાની માગણી કરવામાં આવી છે. એકલા ગુજરાતમાં જ રીલીફ રોડ સહીતના વિસ્તારોમાં મોબાઈલ મોબાઈલ એસેરીઝ ઈલેકટ્રોનીકસનો સામાન એલઈડી ટીવી અને એરકન્ડીશનરર્સના વેપાર કરીને પેટીયુ રળતા નાના અને મધ્યમ કદના વેપારીઓને ઓનલાઈન કંપનીઓ પોતાની ગ્રુપ કંપનીઓ મારફતે ઓનલાઈન પ્રોડકટ વેચવા મુકીને નાના નાના વેપારીઓને વેપાર ખાઈ જઈ રહી છે.
તેમની આ પ્રવૃત્તિને કારણે અમદાવાદમાં અંદાજે પ૦,૦૦૦ લોકોને નાના રોજી આપતા ઈલેકટ્રોનીકસ નાના અને છૂટક વેપારીઓના ધંધા તોડી રહયા છે.
બીજું તેમની બલ્ક ખરીદી હોવાથી મોટી કંપનીઓ તેમના ૪૦ ટકા જેટલા નીચા ભાવે ઈલેકટ્રોનીકસ આઈટેમ્સનો સપ્લાય આપે છે. પરીણામે નાના વેપારીઓને તેમની સાથે સ્પર્ધામાં ટકી શકતા નથી. નાના વેપારીઓના ધંધા ખતમ થઈ રહયા છે. આ રેવાલ અટકાવવામાં ન આવે તો ગુજરાતના પ૦,૦૦૦ વેપારીઓને તેમની દુકાનો બંધ કરી દેવાની ફરજ પડશે. ઈલેકટ્રોનીકસના વેપારીઓના ધંધા તુટી રહયા હોવાથી તેમણે ક્રેડીટ કાર્ડડ પર કરેલી ખરીદીના હપ્તા પણ ચુકવી શકતા નથી.
તેથી તેમને વ્યાજનો પણ મોટો માર પડી રહયો છે. તેથી કેટલાક વેપારીઓને ઘર ચલાવવામાં ના ફાંફાં પડી રહયા છે. આ સંજાેગોમાં ઓનલાઈન પર વ્યયવસ્થિત નિયંત્રણો લાગુ કરીને સરકાર નાના વેપારીઓને રક્ષણ આપવા સક્રીય બને તેવી નાના વેપારીઓની લાગણી અને માગણી છે. ઓનલાઈન પ્લેટફોર્મ પુરી પાડતી કંપનીઓને કયા પ્રોડકટીસની ડિમાન્ડ છ અને કયા પ્રોડકટસનું વેચાણ વધુ થાય છે.
તે અંગેની માહિતી હાથ વગી હો છે. આ માહિતીનો દુરુપયોગ કરીને તેઓ તે જ પ્રોડકટસ પોતાની ગ્રુપ કંપનીઓ મારફતે તૈયાર કરાવડાવીને ઓનલાઈન પ્લેટફોર્મ પર મુકી રહયા છે. આ રીતે પણ તેઓ ભારતીય બજારમાં પોતાનું વર્ચસ્વ જમાવી રહયા છે.