પાલનપુરના યુવકના સ્કોલરશીપના ર૮ હજારની ઓનલાઈન છેતરપિંડી
અજાણ્યા શખ્સે ભૂલથી નાણાં જમા થયા હોવાનું જણાવી પરત મંગાવી લીધા હતા
પાલનપુર, પાલનપુરમાં રહેતા અને ગણપત યુનિવર્સિટીમાં ડિપ્લોમાં એન્જિનિયરિંગ કરી હાલ એક ખાનગી કંપનીમાં નોકરી કરતા એક યુવકના એકાઉન્ટમાં સ્કોલરશીપના રૂ.૩૦ હજાર જમા થયા હતા. પરંતુ તેને જાણ ન હોવાથી કોઈ અજાણ્યા શખ્સે ફોન કરી રૂપિયા ભૂલથી જમા થયા હોવાનું કહી પરત મંગાવી લીધા હતા. જે બાબતે છેતરપિંડી થયાનું માલુમ પડતા પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
પાલનપુરના સોનબાગ વિસ્તારમાં રહેતા વિશ્વાસ દિનેશભાઈ પરમાર ગણપત યુનિ.માં ડિપ્લોમાં એન્જિનિયરિંગ અભ્યાસ કર્યા બાદ એક ખાનગી કંપનીમાં ટ્રેનર એન્જિનિયરિંગ ઓપરેટર તરીકે નોકરી કરે છે. જેમના એકાઉન્ટમાં પ નવેમ્બર ર૦રરના રોજ ૩૦ હજા રૂપિયા જમા થયા હોવાનો મેસેજ આવતા તેમણે તેમની માતા દક્ષાબેનને આ અંગે વાત કરી હતી.
જેથી તેમની માતાએ આ રૂપિયા તેમણે ન મોકલ્યા હોવાનું કહ્યું હતું અને જાે કોઈના ભૂલથી આવી ગયા હોય અને ફોન આવે તો પરત આપી દેજે તેમ જણાવ્યું હતું જાેકે રાત્રિ દરમિયાન અજાણ્યા શખ્સનો ફોન આવ્યો હતો અને રાજકોટથી બોલું છું અને ભુલથી મારા રૂપિયા તમારા ખાતામાં આવી ગયા છે અને
આ મારા ભાઈના ખાતામાં પરત મોકલી આપો તેવું કહેતાં વિશ્વાસે જુદા જુદા સમયે રૂ.ર૮ હજાર મોકલ્યા હતા જે બાદ ગણપત યુનિવર્સિટીમાંથી તેમને કોલ આવ્યો હતો અને સ્કોલરશીપના રૂપિયા જમા થયા છે કે કેમ તે અંગે પુછતા માલુમ પડયું હતું કે શિષ્યવૃતિના રૂપિયા હતા જેથી પોતાની સાથે અજાણ્યા શખ્સે છેતરપિંડી કરી હોવાનું માલુમ પડતાં પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.