રાજકોટમાં પર્સનલ લોન કરાવી આપવાના બહાને છેતરપિંડી
રાજકોટ, શહેરમાં પર્સનલ લોન કરાવી આપવાના બહાને પાંચ જેટલા વ્યક્તિઓ સાથે રૂપિયા ૨,૪૭,૫૦૦ રૂ.ની છેતરપિંડી થઈ હોવાની પોલીસ ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે નોંધાઈ છે. online fraud personal loan rajkot news
સમગ્ર મામલે સાવનભાઈ ચૌહાણ દ્વારા આઇપીસીની કલમ ૪૦૬, ૪૨૦ હેઠળ પરેશભાઈ ચાવડા તેમજ એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસને આપેલી ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું છે કે, તે રાજકોટ ખાતે સ્ટીલ રેલિંગનું કામ કરે છે.
હાલમાં તેને ધંધા માટે પૈસાની જરૂરિયાત હોવાથી પોતાના મિત્ર વિરલભાઈ થકી ૧૫ દિવસ પૂર્વે પર્સનલ લોન માટે પરેશભાઈ ચાવડાને મળ્યા હતા. ફરિયાદી દ્વારા પરેશ ચાવડાને કહેવામાં આવ્યું હતું કે, તેમના અગાઉના હપ્તા બાઉન્સ થયેલા છે. જેથી તેમનો શિબિર ખરાબ છે, તેમ છતાં તેમને રૂપિયા પાંચ લાખની લોનની જરૂરિયાત છે.
ત્યારે પરેશભાઈ ચાવડા દ્વારા બાદમાં તેમને ફોન કરીને પ્રથમ ડોક્યુમેન્ટ ફી પેટે ૪૫૦૦ મંગાવવામાં આવ્યા હતા. તેમજ ત્યાર બાદ જણાવવામાં આવ્યું હતું કે, ૧ મે ૨૦૨૩ના રોજ તમારી લોન મંજૂર થઈ જતા પૈસા તમારા ખાતામાં આવી જશે. જે બાદ ૨૬ એપ્રિલ ૨૦૨૩ના રોજ સાંજના સાત વાગ્યા આસપાસ પરેશભાઈનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તમારા હપ્તા બાઉન્સ છે. જેના માટે બેન્ક સેફ્ટી માટે તમારે ૧૫,૦૦૦ની એફડી મૂકવી પડશે.
જેથી મેં તેમને એ જ દિવસે પૈસા ગુગલ પે દ્વારા મોકલી આપ્યા હતા. ક્રમશઃ પરેશભાઈ તેમજ એક અજાણ્યા વ્યક્તિ દ્વારા લોન અપાવવાના બહાને મારી પાસેથી રૂપિયા ૪૦ હજારની છેતરપિંડી કરી છે. તેમજ ત્યાર બાદ જણાવ્યું હતું કે, પરેશભાઈએ રાજકોટમાં તથા રાજકોટના આજુબાજુના જિલ્લામાં અનેક લોકો સાથે લોનના બહાને તેમજ શેરબજારમાં રોકાણ કરવાના બહાને પૈસા લઈ તેમની સાથે પણ છેતરપિંડી કરી છે.SS1MS