ઓનલાઈન ગેમ્સઃ બાળકો, યુવાનો જાત પરથી કાબૂ ગુમાવી રહ્યા છે !
આ ગેમ્સને લીધે બાળકો અને યુવાનો તેમજ વ્યસકોનું પણ માનસિક સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે અને એ તો શારીરિક નુકસાન કરતાં પણ વધુ ખતરનાક કક્ષાએ પહોંચી રહ્યું છે !
ગુસ્સો, ચીડિયાપણું, હિંસકતા, એકલતા, હતાશા, નિરાશા આ આદતની દેન છે
આજે છાપામાં ઉત્તરપ્રદેશનો કિસ્સો વાંચ્યો. લખનઉમાં એક પુત્રએ પોતાની માતાને ગોળી મારી મૃત્યુને શરણ કરી દીધી. કારણ કે એ માતાએ તેને ઓનલાઈન પબજી ગેમ રમવાની ના પાડી દીધી ! એ લાશને તેણે ત્રણ દિવસ સુધી છુપાવી પણ રાખી ! તેની નાની બહેનને કશું ના બોલવા ધમકાવ્યે રાખી !
અને પછી એક ખોટી વાર્તા બનાવી પિતાજીને ફોન કર્યો કે એક ઈલેકિટ્રશિયને અમને બન્નેને અંદર પૂરી દઈ માતાને મારી નાખી ! દરેક વાક્ય વાક્યે આશ્ચર્ય ચિહ્ન ! ઓનલાઈન ગેમ હજી તો આવા ઘણા આશ્ચર્યો આપણી સામે લાવશે !
સુરતની ગ્રીષ્માના કેસના ચૂકાદા સમયે પણ કોર્ટે કહ્યું કે યુવાનોને અને યુવતીઓને ઓનલાઈન ગેમ્સથી દૂર રાખો. આ ઝેર સમાજમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે
તો ઘણીવાર શાળાઓમાં ગેમ્સની ઘેલછાને લીધે વિદ્યાર્થી ભણવાનું પણ છોડી રહ્યા છે શેરીમાં, ગલીઓમાં, ઘરના ઓટલે બેઠા બેઠા, ઘરમાં ઓરડામાં પુરાઈને, નિશાળે ફી તાસ કે રીસેસ દરમિયાન બાળકો ધૂળમાં રગદોળાવાને બદલે ઓનલાઈન ગેમ્સમાં ખૂંપીને પોતાનું જીવન રગદોળી રહ્યા છે.
ઓનલાઈન ગેમ રમતા સમયે તેઓ એટલા મશગૂલ હોય છે કે કોઈ બોલાવી રહ્યુ છે, ઘરમાં કોઈ મળવા આવ્યું છે. સગા સંબંધી ઘરે આવ્યા છે, એ પણ તેઓના ધ્યાનમાં રહેતું નથી. ઘરના સભ્યો સાથે પણ તેઓ બેસીને શાંતિથી વાત કરતા હોતા નથી.
ઘણી જગ્યાએ તો સામૂહિક ગેમ-ઝોન ચાલતો હોય છે, જેમાં લાઈનમાં બધા એકસાથે બેસીને ગેમ્સ રમતા હોય છે. એક-બીજા સાથે કોમ્યુનિકેશન કરવાને બદલે તેઓ મોબાઈલની સ્કીનમાં જ ચોટેલા રહે છે અને ઘણીવાર એમાં થતી હાર-જીત મારપીટનું અને ઝઘડાનું કારણ બની રહે છે.
ઓનલાઈન ગેમ્સ તમામ ઉંમરના લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહી છે. બાળકોના શારીરિક અને માનસિક વિકાસને તે નબળા પાડી રહી છે. આંખને થતું નુકસાન આપણે સૌ જાેઈ જ રહ્યા છીએ, એકધારા બેસી રહેવાને લીધે તે કમર અને પગના દુઃખાવાનું કારણ બની રહી છે.
અહી બાળકોને કે યુવાનોને શારીરિક કોઈ જ હલનચલન ના કરવાનું કહોવાથી તેઓ એકદમ આળસુ બની રહ્યા છે. સતત સ્કીન સામે રહેવાને લીધે ઘણાને નાની ઉમરથી જ માઈગ્રેન અને માથાનો દુઃખાવો થઈ રહ્યો છે તો ઘણાને સ્નાયુઓનો દુઃખાવો થઈ રહ્યો છે તો વળી ઘણા યુવાનો અને યુવતીઓ આ ગેમ્સની ઘેલછામાં આંખી આખી રાતના ઉજાગરા કરતા રહે છે, જેને લીધે તેઓના શરીર અને મનને જે પોષણ મળવું જાેઈએ તેની તરફ પણ જાગૃત નથી રહેતા.
આ ગેમ્સને લીધે બાળકો અને યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય પણ બગડી રહ્યુ છે અને એ તો શારીરિક નુકસાન કરતા પણ વધુ ખતરનાક કક્ષાએ પહોંચી રહ્યું છે ! ગુસ્સો, ચીડિયાપણું, હિંસકતા, એકલતા, હતાશા, નિરાશા આ આદતની દેન છે. આ આદતને લીધે યુવાનો પોતાની જાત પરતો પોતાનો કાબૂ ગુમાવી રહ્યા છે ઉપરના બન્ને કિસ્સા તેના જ ઉદાહરણો છે ! તેઓને આ ગેમ્સથી દૂર રાખનારા લોકો પોતાના દુશ્મન લાગે છે !
વળી આ આદતને લીધે તેઓનું શિક્ષણ પણ બગડી રહ્યું છે. ગેમ્સની ઘેલછાને લીધે તેઓનું ધ્યાન શિક્ષણ તરફ રહેતું જ નથી. શિક્ષણમાં એકાગ્રતાના પ્રશ્રો ઉભા થતા રહે છે. ઘણા હોશિયાર વિદ્યાર્થીઓ આ આદતને લીધે પોતાનું કિયર બગાડી રહ્યા છે. તો ઘણી ગેમ્સનું કન્ટેન્ટ પણ સારું નથી હોતું જે યુવાનોમાં થતાં સાંવગિક ફેરફારોને ગલત દિશામાં ઈ જઈ રહ્યા છે.
આ એક એવું વ્યસન છે જે આપણી ભાવિ પેઢીને ઉધઈની જેમ અંદરથી કોરી રહ્યું છે. ખોખલું કરી રહ્યું છે. એક આંકડા મુજબ આપણા દેશમાં ૩૬૦ મિલિયન્સ ઓનલાઈન ગેમ યુઝર્સ છે.