જુનિયર કલાર્ક પરીક્ષાઃ ડેપો દ્વારા ઓનલાઇન રિઝર્વેશનની વ્યવસ્થા કરાઇ
ગાંધીનગર, પંચાયત સેવા પસંદગી મંડળની પરીક્ષાને અનુલક્ષી જિલ્લા કક્ષાએ પણ જરૂરી તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. જ્યારે જિલ્લામાંથી બહારના કેન્દ્રો પર પરીક્ષા આપવા જનારા પરીક્ષાર્થીઓની સંખ્ય પણ વિશેષ છે. જેને અનુલક્ષીને એસટી ડેપો કક્ષાએથી જરૂરી બસ સેવા મળી રહે તે મુજબનું પણ આયોજન કરાયું છે.
જિલ્લામાંથી આ પરીક્ષામાં અંદાજિત ૩૭ હજારથી વધુ પરીક્ષાર્થીઓ હાજરી આપવાના છે. જયારે આ પૈકી ઉત્તર ગુજરાત અને સાબરકાંઠાના સેન્ટરો પર પરીક્ષા આપવા જનાર પરીક્ષાર્થીઓની સંખ્ય પણ વધુ છે.
જેને અનુલક્ષીને આ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આગામી તારીખ ૯ એપ્રિલના રોજ યોજનારી પરીક્ષાને અનુલક્ષીને જિલ્લા કક્ષાએ પણ જરૂરી તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. જિલ્લામાંથી અંદાજિત ૩૭ હજારથી વધુ પરીક્ષાર્થીઓ આ પરીક્ષામાં હાજરી આપશે. જેને ધ્યાનમાં રાખી પરીક્ષા કેન્દ્રો પર જરૂરી વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાશે.
ગેરરીતિ આચરનારા તત્વો સામે નવા કાયદા મુજબ આકરી કાર્યવાહી કરવામાં આવશે. જયારે જિલ્લામાં પરીક્ષાર્થીઓ માટે હેલ્પલાઇન તેમજ કન્ટ્રોલ રૂમ પણ કાર્યરત કરી દેવામાં આવ્યો છે. જયારે પરીક્ષા ખંડોમાં પણ સીસીટીવી કેમેરાની વ્યવસ્થા છે.
આ ઉપરાંત પેસેજ એરિયાનું પણ મોનિટરીંગ કરવા માટે કેમેરાની વોચ રહેશે. જ્યારે પરીક્ષા ખંડમાં પ્રવેશ લેતા પૂર્વે પરીક્ષાર્થીઓનું સ્ક્રીનિંગ પણ કરવામાં આવશે.
જયારે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર સમયસર પહોંચે તે માટે યોગ્ય બસ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. ગાંધીનગરથી ઉત્તર ગુજરાત અને સાબરકાંઠા વિસ્તારમાં પરીક્ષા આપવા જતાં જિલ્લાના ઉમેદવારો માટે વધારાની બસ સેવા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.
જ્યારે આ માટે કોઇપણ પરીક્ષાર્થીઓએ હાલાકી ન વેઠવી પડે તે માટે ગાંધીનગર ડેપો કક્ષાએથી પરીક્ષાર્થીઓ ઓનલાઇન રિઝર્વેશન કરાવી શકે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ડિસા, પાલનપુર અને મહેસાણા સહિતના વિવિધ જગ્યાએ અપાયેલા સેન્ટરો પર જિલ્લાના ઘણાં પરીક્ષાર્થીઓને નંબર આપવામાં આવ્યા છે. જેના લીધે જિલ્લાના આવા પરીક્ષાર્થીઓને પરીક્ષા સ્થળ પર પહોંચવા માટે કોઇપણ પ્રકારની હાલાકી ન વેઠવી પડે.SS1MS