Western Times News

Gujarati News

મુખ્યમંત્રી સમક્ષ નાગરિકોની ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત ગુરૂવાર તા. ૨૪મી એપ્રિલે યોજાશે

File

અરજદારોરજૂઆતકર્તાઓ સવારે ૮-૦૦થી ૧૧-૦૦ વાગ્યા સુધીમાં પોતાની રજૂઆતો મુખ્યમંત્રીના જનસંપર્ક એકમમાં આપી શકશે

          મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્યના નાગરિકો,  પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ ગુરૂવારતા. ૨૪મી એપ્રિલે યોજાશે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૦૩થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે.

આ ઉપક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એપ્રિલ-૨૦૨૫નો રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૪મી એપ્રિલે યોજાશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલગુરૂવારે ૨૪મી એપ્રિલે રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહેશે અને નાગરિકોની રજૂઆતો સાંભળશે.

સામાન્ય નાગરિકોઅરજદારો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો ગુરૂવારતા. ૨૪મી એપ્રિલેસવારે ૮-૦૦થી ૧૧-૦૦ સુધીમાં મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમસ્વર્ણિમ સંકુલ-૨ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે. 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આ રાજ્ય સ્વાગત અન્વયે મુખ્યમંત્રીશ્રી કાર્યાલય જનસંપર્ક એકમમાં બપોર બાદ ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સાંભળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.