Western Times News

Gujarati News

ઓનલાઈન ટિકિટ બુકિંગ પર એન્ટરટેઈનમેન્ટ ટેક્સ ન લાગે: સુપ્રીમ

Supreme court of India

નવી દિલ્હી, ઓનલાઈન ટિકિટ બુકિંગને લઈને સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ઓનલાઈન ટિકિટ બુકિંગ ફી પર મનોરંજન કર લાદી શકાય નહીં. આ સાથે સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણય સામેની અપીલ ફગાવી દીધી છે.

જસ્ટિસ બીવી નાગરથના અને જસ્ટિસ એન કોટીશ્વર સિંહની ખંડપીઠે ચુકાદો સંભળાવતા કહ્યું કે, તમિલનાડુ એન્ટરટેઈનમેન્ટ ટેક્સ એક્ટ ૧૯૩૯ હેઠળ ઓનલાઈન ટિકિટ બુકિંગ ફી પર મનોરંજન કર લાદી શકાય નહીં. અગાઉ મદ્રાસ હાઈકોર્ટે પણ બુકિંગ ફી પર મનોરંજન કર લાદવાના નિર્ણયને ખોટો ગણાવ્યો હતો. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, આ વધારાની ફી મનોરંજન માટે નથી.

આ સિસ્ટમ દ્વારા, તમને ઘરે બેઠા ટિકિટ ખરીદવાની સેવા આપવામાં આવે છે. આનો હેતુ એ છે કે તમે તમારી ઊર્જા, સમય અને પેટ્રોલની બચત કરી રહ્યા છો. બદલામાં, તમે ઓનલાઈન સેવા માટે ૩૦ રૂપિયા વધારાના ચાર્જ કરો છો. સુપ્રીમ કોર્ટે અરજદાર દ્વારા ડ્રાઇવિંગ થિયેટર સાથે કરેલી સરખામણીને સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.

કોર્ટે કહ્યું કે આ ઓનલાઈન બુકિંગનો મામલો છે અને સરખામણીને ખોટી ગણાવી. અગાઉ, જસ્ટિસ બીવી નાગરથનાએ મૌખિક રીતે ટિપ્પણી કરી હતી કે આ વધારાની ફી મનોરંજન માટે નથી, પરંતુ તે લોકોની સુવિધા માટે છે, જેઓ થિયેટરમાં ગયા વિના ઓનલાઈન ટિકિટ બુક કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.