Western Times News

Gujarati News

માત્ર ૧૦ વર્ષની કનકે ઉપાડ્યું ૧૦૨.૫ કિલો વજન

અમદાવાદ, શહેરના પાવરલિફ્ટિંગ કપલ તરીકે ઓળખાતા ઈંદરસિંહ ગુર્જર અને ધારિણી ગુર્જરે અત્યાર સુધી આંતર્રાષ્ટ્રીય સ્તરે અનેક મેડલ જીત્યા છે, પરંતુ તેમની ૧૦ વર્ષની દીકરી કનક ઈંદરસિંહ ગુર્જર પણ કમ નથી. કહેવાય છે કે મોરના ઈંડા ચીતરવા ના પડે.

અહીં પણ કનક પોતાના માતા-પિતાની જેમ વેઈટલિફ્ટિંગમાં નિષ્ણાંત છે અને આટલી નાની ઉંમરે તેણે મોટી સિદ્ધિ મેળી છે. કનકે ગુજરાત સ્ટેટ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ૧૦૨. કિલો વજન ઉપાડીને સૌને ચોંકાવી દીધા છે. આ જ વર્ષે મે મહિનામાં કનકે મોટેરા સ્ટેડિયમમાં એક ટૂર્નામેન્ટમાં પર્ફોર્મ કર્યુ હતું જેના કારણે તેની પસંદગી વર્લ્ડ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૨-૨૩ માટે થઈ છે.

આ સ્પર્ધાનું આયોજન અમેરિકાના ફ્લોરિડામાં થવાનું છે. અમેરિકામાં આયોજિત આ સ્પર્ધા ૩૦મી ઓક્ટોબરથી શરુ થવાની છે અને ૫મી નવેમ્બર સુધી ચાલશે.

કનકની ઈવેન્ટની વાત કરીએ તો કનકે ૨ નવેમ્બરના રોજ પર્ફોર્મ કરવાનું છે. પાવરલિફ્ટિંગ એક નોન-ઓલિમ્પિક ઈવેન્ટ છે, જેમાં સ્ક્વોટ, બેન્ચ પ્રેસ અને ડેડલિફ્ટનો સમાવેશ થાય છે. કનકના પિતા ઈંદરસિંહે ડિસેમ્બર ૨૦૨૧માં ૭૫ કિલો કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને ત્યારપછી તે ચર્ચામાં આવ્યા હતા.

જાે કે કોમ્પિટિશન દરમિયાન જ તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. પરંતુ જ્યારે તેમણે પોતાની દીકરીની ક્ષમતા જાેઈ તો તેમની છાતી ગર્વથી પહોળી થઈ ગઈ.

વાતચીતમાં તેમણે જણાવ્યું કે, હું અને મારી પત્ની મોટેરા ખાતે આયોજિત ગુજરાત સ્ટેટ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપ ઈવેન્ટમાં ગયા હતા. તે સમયે અમારી દીકરીએ એક મહિલા એથ્લીટને વેઈટલિફ્ટિંગ કરતા જાેયા. તે એથ્લીટની ઉંમર મારી દીકરી કરતા વધારે હતી પરંતુ હાઈટ એકસરખી હતી.

આ જાેઈને કનકે પણ પ્રયત્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. હું ચોંકી ગયો કારણકે તેણે ક્યારેય આની પ્રેક્ટિસ નહોતી કરી. પરંતુ તેણે ૧૦૨. કિલો વજન ઉપાડી લીધું. કનકનું વજન ૩૭ કિલો છે અને તે મ્ીર્ઙ્મુ ૪૪ાખ્ત,શ્રેણીમાં ભાગ લીધો હતો. તેણે ૫૫ કિલો ડેડલિફ્ટ, ૩૦ કિલો સ્ક્વેટ અને ૧૭. કિલો બેન્ચ પ્રેસ એમ કુલ મળીને ૧૦૨.૫ કિલો વજન ઉપાડ્યુ હતું. તેણે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ઈંદરસિંહ જણાવે છે કે, સામાન્યપણે આપણે ૧૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને જીમમાં કસરત કરવાની મંજૂરી નથી આપતા. તેમને સામાન્ય કસરત કરવાની અને રનિંગ કરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ કનક મારી સાથે જીમ આવે છે અને લિફ્ટિંગની પ્રેક્ટિસ કરે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.