સુપ્રીમકોર્ટમાં ૩૪ માંથી ફક્ત ૨૭ ન્યાયાધીશો કાર્યરત છે?! વકીલો વિચારે કે લોકોને ઝડપી ન્યાય કઈ રીતે મળશે?!
સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટીસ ધનંજયભાઈ ચંદ્રચૂંડના નેતૃત્વ વાળી કોલેજીયમે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ અરવિંદકુમાર અને અલ્હાબાદ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ રાજેશભાઈ બિંદલની સુપ્રીમકોર્ટના જજ તરીકે નિયુક્તિ કરવા વિશેષ ભલામણ કરી!
તસવીર ગુજરાત હાઇકોર્ટની છે બીજી ફાઈલ તસવીર ચીફ જસ્ટીસ અરવિંદકુમાર ની છે જેઓ દેશના રાષ્ટ્રને સલામી આપી ને તથા મહાત્મા ગાંધીના મૂલ્યને સૂતરની આટી પહેરાવી તેમનું બહુમાન કરતી યાદગાર તસવીર છે ગુજરાત તેમના ન્યાયાધીશ તરીકેનું ના કર્તવ્યને ક્યારેય ભૂલી શકશે નહીં
બાજુની તસવીર સુપ્રીમકોર્ટ ના ચીફ જસ્ટીસ ડી.વાય.ચંદ્રચુડની છે તેના નેતૃત્વ હેઠળ સુપ્રીમ કોર્ટ ની કોલેજીયમે ચીફ જસ્ટસ શ્રી અરવિંદકુમાર તથા અલ્હાબાદ હાઇકોર્ટના ચીફ જસ્ટીસ શ્રી રાજેશ બીન્દલ ની સુપ્રીમકોર્ટમાં નિયુક્તિ કરવા નોંધપાત્ર ભલામણ કરી છે
ઉપર ની તસ્વીર માં કોલેજીયમનું નેતૃત્વ કરતા ધનંજયભાઈ ચંદ્રચુડ ની બીજી તસ્વીર અલ્હાબાદ હાઇકોર્ટ ના ચીફ જસ્ટીસ રાજેશભાઈ બીન્દલ ની છે જેમની ભલામણ સુપ્રીમકોર્ટ ની કોલેજીયમ ના વર્તમાન કાર્યરત ન્યાયાધીશો સર્વ શ્રી જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડ, જસ્ટીસ સંજય કિશન કોલ, જસ્ટીસી કે એમ જાેશેફ, ગુજરાતના જસ્ટિસ એમ આર શાહ ,જસ્ટીસ અજયભાઈ રસ્તોગી, જસ્ટીસ સંજયભાઈ ખન્ના એ કરી છે તેઓ કોલેજીયમ શુકાન હાલ સંભાળી રહ્યા છે (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા)
ચીફ જસ્ટીસ તરીકે અરવિંદ કુમારે ગુજરાત હાઇકોર્ટની ગરિમા વધારી છે અને ગુજરાતની જનતાના બંધારણીય અધિકાર ની સુરક્ષા કરી છે!
શરીર આત્માની સીતાર છે હવે એ તમારા હાથમાં છે કે તેમાંથી કેવા સુર નીકળવા – ખલીલ જીબ્રાન
ખલીલ જીબ્રાન નામના વિચારે અને સાહિત્યકારે કહ્યું છે કે “શરીર એ આત્માની સિતાર છે હવે એ તમારા હાથમાં છે કે તેમાંથી કેવા સુર નીકાળવા”!! ગેટે નામના વિચારેકે કહ્યું છે કે “જ્યારે કોઈ વસ્તુ વિશ્વાસ ગુમાવે છે ત્યારે તેનો મૃત્યુ થાય છે”!!
ગુજરાતને અનેક સંવેદનશીલ દિઘદ્રર્ષ્ટિ ધરાવતા પ્રમુખ કાયદાવિદો બંધારણવાદના મૂલ્યોના અભ્યાસીઓ અને નીડર ન્યાયાધીશો મળ્યા છે જેમને ગુજરાતની ધરતી પર ન્યાય ને જીવંત રાખ્યો છે અને ભારતની સુપ્રીમકોર્ટમાં બઢતી મળ્યા પછી દેશના બંધારણ બંધારણીય સિદ્ધાંતોમાં પ્રાણ પૂર્યા છે!
અને અનેક મહત્વપૂર્ણ ચુકાદો આપીને દેશના ન્યાયતંત્ર નું નામ ઉજાગર કર્યું છે!! ભારતની સુપ્રીમ કોર્ટની કોલેજીયમે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની ભારતની સુપ્રીમકોર્ટના ન્યાયાધીશ નિયુક્તિ કરવા ભલામણ કરતા દેશને એક વધુ નીડર કાબેલ અને સક્ષમ ન્યાયમૂર્તિ મળશે!!
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદકુમાર ૧૪ જુલાઈ ૧૯૬૨ ના રોજ પરમેશ્વરે આ ધરતી પર મોકલી આપ્યા બાદ તેમણે ન્યાયાધીશ તરીકે પોતાનો ‘ન્યાયધર્મ’ અદા કરી ન્યાયતંત્રનું નામ ઉજાગર કરી હવે દેશની સર્વોચ્ચ અદાલતમાં પોતાનું કર્તવ્ય કરી લોકોને સક્ષમ આપવાની ફરજ અદા કરશે!
ફ્રેન્ક બીઆન્કો નામના તત્વચિંતકે સરસ કહ્યું છે કે “જાે તમે તમારી બધી બાજુએ પરમેશ્વરને જાેતા જાેતા જિંદગી જીવવાનું શરૂ કરો તો જિંદગીની જીવનની પ્રત્યેક પળ પ્રાર્થના છે”!! ગુજરાત હાઇકોર્ટના વર્તમાન ચીફ જસ્ટીસશ્રી અરવિંદ કુમારની ભારતની સુપ્રીમકોર્ટમાં નિયુક્તિ કરવા તેમના નામની કોલેજીયમે ભલામણ કરતા
હવે ટૂંક સમયમાં તેઓ દેશની સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે પોતાનો ન્યાય ધર્મ અદા કરશે ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ તરીકે ફરજ બજાવી રહેલા શ્રી અરવિંદ કુમારને શ્રી ભગવાને આ ધરતી પર ૧૪ જુલાઈ ૧૯૬૨ ના રોજ મોકલી આપ્યા હતા.
૨૬ જુન ૨૦૦૯માં થી ૧૨ ઓક્ટોબર ૨૦૨૧ સુધી તેમને કર્ણાટક હાઇકોર્ટમાં ન્યાયાધીશ તરીકે પોતાની સેવા આપી હતી ત્યારબાદ શ્રી અરવિંદ કુમારની ગુજરાતના ૨૭ માં ચીફ જસ્ટીસ તરીકે ૧૩/ ૧૦/ ૨૦૨૧ ના રોજ ચાર્જ સંભાળ્યો હતો ત્યારે તેઓ ૫૯ વર્ષની ઉંમર હતા તેમની ૧૯૯૯ માં કેન્દ્ર સરકારના અધિક સ્ટેન્ડિંગ કાઉન્સિલ તરીકે સ્ટેટ ગવર્મેન્ટ માં ની હાઇકોર્ટમાં પણ ફરજ બજાવી હતી
તેઓએ એ આસિસ્ટન્ટ સોલિસિટર જનરલ તરીકે પણ ૨૦૦૫ માં સેવા આપી હતી ૨૦૦૯માં તેઓ અધિક જજ તરીકે હાઇકોર્ટમાં નિયુક્ત થયા બાદ ૨૦૧૨માં તેઓ કાયમી ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા હતા ગુજરાત હાઇકોર્ટમાં તરીકે તેમને
અનેક પ્રજાલક્ષી સમસ્યા પર ખૂબ જ હિંમતપૂર્વક, નિષ્ઠાપૂર્વક અને કાબેલિયત સાથે પોતાનો ‘ન્યાયધર્મ’ અદા કરીને ઉજાગર કરી છે અને જ્યારે તેઓ આઝાદીના પર્વ નિમિત્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી મહાત્મા ગાંધીને આરટી પહેરાતા હતા ત્યારે એવું સ્પષ્ટ લાગતું હતું કે ગાંધીના આદર્શો તેમના હૃદયમાં જીવંત છે!