અમેરિકાના મેન્ટોન શહેરમાં ફક્ત ૫૮ લોકો રહે છે

નવી દિલ્હી, દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં માણસો નથી રહેતા, જેના કારણે આજે પણ લોકો આ જગ્યાઓ વિશે વધારે જાણતા નથી. અને જ્યારે લોકોને તેમના વિશે ખબર પડે છે તો તેઓ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે.
આજે અમે તમને અમેરિકાના આવા જ એક નાનકડા શહેર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં ૧૦૦ લોકો પણ નથી રહેતા પરંતુ ત્યાંની સરેરાશ ઘરની આવક એટલે કે દરેક ઘરની આવક લગભગ કરોડોમાં છે! થોડા સમય પહેલા યુટ્યુબ ચેનલ Travel with a Wiseguy પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો જે અમેરિકાના એ જ શહેરનો છે જેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ.
જાન્યુઆરીમાં જ્હોન વાઈસ નામનો આ યુટ્યુબર અમેરિકાની સૌથી અલગ કાઉન્ટી લવિંગ કાઉન્ટીમાં ગયો હતો, જેનું શહેર મેન્ટોન પોતાનામાં ખૂબ જ અનોખું છે. તમને જણાવી દઈએ કે અમેરિકામાં કાઉન્ટી એ વિસ્તાર છે જે કેટલાક શહેરોનો સમૂહ છે. તે રાજ્ય કરતાં નાનું અને શહેર કરતાં મોટું હોય છે.
જ્હોન ટેક્સાસ રાજ્યની પશ્ચિમમાં સ્થિત લવિંગ કાઉન્ટીના એક નાનકડા શહેર મેન્ટોનમાં ગયો હતો. જેનો વીડિયો તેણે બનાવ્યો હતો. આ વીડિયોમાં તમને અનોખા દ્રશ્યો જાેવા મળશે. અહેવાલ મુજબ, મેન્ટોન શહેરનો વિકાસ ૧૯૩૧માં થયો હતો. ૧૯૬૭માં આ શહેરની વસ્તી ૪૨ની આસપાસ હતી. તે સમયે અહીં પાણીની સુવિધા નહોતી. આ સિવાય અહીં કોઈ બેંક, ડૉક્ટર, હોસ્પિટલ, અખબાર, વકીલ, ક્લબ કે કબ્રસ્તાનની સુવિધા પણ નહોતી.
હવે અહીં પાણીની સુવિધા છે પરંતુ આ શહેર હજુ પણ અન્ય સુવિધાઓથી વિહોણું છે. ગયા વર્ષે એટલે કે ૨૦૨૨માં પ્રથમ કાફે, સ્ટોપ કાફે, અહીં ખોલવામાં આવ્યા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે આ શહેરમાં માત્ર ૫૮ લોકો રહે છે. વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યુ મુજબ વસ્તી ૫૮ છે પરંતુ યુટ્યુબરે વીડિયોમાં વસ્તી ૬૪ બતાવી છે. ઘણી ઇમારતો ખંડેર બની ગઈ છે જ્યારે કેટલીક સારી સ્થિતિમાં પણ ખાલી પડી છે.
આ શહેરમાં માણસો નથી પરંતુ જેમ જેમ તમે તેની નજીક આવવાનું શરૂ કરશો, તમને દરેક જગ્યાએ તેલના મોટા કારખાનાઓ, મશીનો અને તેલ ઉદ્યોગો દેખાશે. ડેઈલી મેઈલ અનુસાર, આ શહેરની વસ્તી આટલી ઓછી હોવા છતાં તેની માથાદીઠ આવક દેશમાં સૌથી વધુ છે.
આ માત્ર તેલ ઉદ્યોગને કારણે થયું છે. વર્ષ ૨૦૨૧માં સમગ્ર લવિંગ કાઉન્ટીની સરેરાશ ઘરની આવક ૯૫ લાખ રૂપિયા સુધીની હતી. આ કાઉન્ટીમાં પ્રવર્તમાન ઉદ્યોગને કારણે ખાસ કરીને મેન્ટોન શહેરમાં લોકોની આવક ઘણી વધારે છે. આ હિસાબે અહીંના લોકો લગભગ કરોડપતિ છે.SS1MS