માત્ર કોંગ્રેસ જ બંધારણની રક્ષા કરી શકે છેઃ રાહુલ ગાંધી

નવીદિલ્હી, કોંગ્રેસની ભારત જાેડો યાત્રાના ૬૯માં દિવસે મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્રના વાશિમ જિલ્લામાં પહોંચી. જ્યાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર જાેરદાર નિશાન સાધ્યુ. અહીં તેમણે દાવો કર્યો કે, ‘ભારતીય જનતા પાર્ટી બંધારણ પર રોજેરોજ હુમલા કરે છે કારણકે તે એ નથી સ્વીકારવા માંગતી કે દલિતો, આદિવાસીઓ અને ગરીબોને અધિકાર મળવા જાેઈએ.
માત્ર કોંગ્રેસ જ બંધારણની રક્ષા કરી શકે છે. આદિવાસીઓને શિક્ષણ આપી શકે છે અને તેમની જમીન અને અધિકારોનુ રક્ષણ કરી શકે છે.’કેરળ લોકસભા સભ્ય રાહુલ ગાંધીએ અંગ્રેજાે માટે કામ કરવાને લઈને હિંદુત્વ વિચારક વીડી સાવરકર પર પણ નિશાન સાધ્યુ.
વાશિમ જિલ્લામાં રાહુલ ગાંધીએ બે જનસભાઓને સંબોધી અને ૨૦૧૬ની નોટબંધી, જીએસટીથી લઈને કૃષિ દેવા જેવા મુદ્દાઓ પર ભાજપ પર પ્રહારો કર્યા. તમને જણાવી દઈએ કે બિરસા મુંડાની જયંતિને જનજાતીય ગૌરવ દિવસ તરીકે મનાવવામાં આવે છે. સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાની જયંતિ પર રાહુલ ગાંધીએ એક જનસભાને સંબોધિત કરી. રેલીમાં આદિવાસી સમાજના લોકો સામેલ થયા.
રાહુલ ગાંધીએ બિરસા મુંડા અને સાવરકર વચ્ચે સરખામણી કરવાનો પ્રયાસ કરીને કહ્યુ કે, ‘બિરસા મુંડા પોતાના આદર્શો માટે દ્રઢ હતા. તેઓ એક ઈંચ પણ પાછા નહોતા હટ્યા. તેઓ શહીદ થઈ ગયા. એ તમારા(આદિવાસી) પ્રતીક છે અને તમને રસ્તો બતાવે છે.
ભાજપ-આરએસએસના પ્રતીક સાવરકર છે. તે બે-ત્રણ વર્ષ સુધી અંદમાનની જેલમાં રહ્યા. પછી તેમણે દયા અરજીઓ લખવાની શરુ કરી દીધી.’ રાહુલ ગાંધીએ દાવો કર્યો કે સાવરકરે ખુદ પર એક અલગ નામથી એક પુસ્તક લખ્યુ અને જણાવ્યુ કે તેઓ કેટલા બહાદૂર હતા.
રાહુલ ગાંધીએ કહ્યુ કે તે અંગ્રેજાે પાસેથી પેન્શન લેતા હતા, તેમના માટે કામ કરતા હતા અને કોંગ્રેસ વિરુદ્ધ કામ કરતા હતા. આદિવાસીઓ ‘દેશના મૂળ માલિક’ છે અને તેમના અધિકારો પ્રથમ આવે છે.’ ગાંધીએ આરોપ લગાવ્યો કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપ દ્વારા બિરસા મુંડાના આદર્શો પર ચારે બાજુથી હુમલો કરવામાં આવી રહ્યો છે.
ગાંધીએ દાવો કર્યો, ‘ભાજપ રોજેરોજ બંધારણ પર હુમલો કરે છે કારણ કે તે સ્વીકારવા માંગતી નથી કે દલિતો, આદિવાસીઓ અને ગરીબોને અધિકારો મળવા જાેઈએ.HS1MS