પોલીસ ચોકીની પાછળ જ કફ સિરપનું ખુલ્લેઆમ વેચાણ! : આરોપીની ધરપકડ
એસઓજીએ દિવાલના બાકોરામાં ડોક્યુુ કર્યુ અને યુવકને ઝડપી લેવાનો પ્લાન બનાવી ઘેરી લીધો
(એજન્સી) અમદાવાદ, ચૂંટણી પહેલાં દારૂ તેમજ ડ્રગ્સનો ધંધો કરતા લોકો પર પોલીસે લાલ આંખ કરતા હવે નશેડીઓ કફ સિરપના રવાડે ચઢી ગયા છે. બે દિવસ પહેલાં શાકભાજીની જેેમ જાહેર રોડ પર કફ સિરપનો જથ્થો વેચતી એક યવતિ ઝડપાઈ ગઈ હતી. ત્યારે હવેેે ગઈકાલે એસઓજીની ટીમે વટવામાથી કફ સિરપનો જથ્થો ઝડપી પાડીને એક યુવાકની ધરપકડ કરી છે.
વટવા પોલીસ સ્ટેશનની હદમાં આવતી સદ્ભાવના પોલીસ ચોકીની પાછળ યુવક કફ સિરપનો જથ્થો વેચતો હતો. અસઓજીની ટીમે દિવાલના બાકોરામાં ડોકીયુ કર્યુ અને યુવકને કેવી રીતે પકડવો એનો પ્લાન બનાવી દીધો હતો. સ્પેશ્યલ ઓપરેશન ગૃપની ટીમને બાતમી મળી હતી કે વટવા વિસ્તારમાં આવેલી સદ્ભાવના પોીસ ચોકીની પાછળ જ ગરીબ આવાસ યોજનાના કોમન પ્લોટમાં સલીમ ઉર્ફેેે યતિમ શેખ નમનો શખ્સ કફ સિરપનો જથ્થો વેચી રહયો છે.
બાતમીના આધારેે એસઓજીની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી ગઈ અને તેઓ છૂટાછવાયા ઉભા રહ્યા હતા. ગરીબ આવાસ યોજના ફરતેેેે બનાવેલી દિવાલમાં એક બાકોરૂ હતુ. જેમાંથી અસઓજીની ટીમે નજર કરતા એક યુવક રોડ પર બેઠો હતો. અને શંકાસ્પદ વસ્તુ વેચતો હતો.
અસઓજીની ટીમે તે યુવકને કોર્ડન કરી લીધો હતો. અને તેની પૂછપરછ કરી હતી. યુવકનુ નામ સલીમ ઉર્ફે યતિમ શેખ છે. જે ગરીબ આવાસ યોજનાના મકાનમાં રહે છે.
પોલીસેેે સલીમ પાસેથી કફ સિરપનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસ સલીમની ધરપકડ કરીને જુુહાપુરા ખાતે આવેલી એસઓજીની ઓફિસમાં લાવી હતી. જ્યાં તેની આગવી સ્ટાઈલથી પૂછપરછ કરવામાં આવી હતી. એસઓજીની પૂછપરછમાં તેણે કબુલાત કરી હતી કે વટવા ચાર માળીયામાં રહેતા ઈમરાન ગામડીયા નામના યુવકેે કફ સિરપનો જથ્થો વેચવા માટે આપ્યો હતો. એસઓજીની ટીમે સલીમ પાસેથી કફ સિરપની ૪૮ બોટલો જપ્ત કરી હતી.
એસઓજીએ બંન્ને યુવકો વિરૂધ્ધ નાર્કોટીક્સ ડરગ્સ પદાર્થ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે હાલ શહેરમાં યુવાઓ કફ સિરપનો નશો કરી રહ્યા છે જે જાેખમી સાબિત થઈ રહ્યો છે. દારૂ અને ડ્રગ્સ કરતા કફ સિરપ સસ્તુ હોવાથી નશેડીઓ તેને ગટગટાવી જાય છે. ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે દારૂ અને ડ્રગ્સ પર પોલીસ લાલ આંખ કરી રહી છે. જેના કારણે નસેડીઓ નશો કરવા માટે કફ સિરપને પસંદ કરે છે. શહેરની કેટલીક દવાની દુકાનોમાં કફ સિરપ આસાનીથી મળી રહેે છે.