સીમા હોલ ખાતે સિલ્ક ઇન્ડિયા પ્રદર્શનનો પ્રારંભ
અમદાવાદ, ખરીદારીમાં હેન્ડલુમ સિલ્ક સાડીઓનો ઘણો જથ્થો એક જ સ્થળે પ્રાપ્ત કરવા માટે સીમા હોલ, ૧૦૦ ફૂટ રોડ, આનંદ નગર, સેટેલાઈટ ખાતે સિલ્ક ઇન્ડિયા પ્રદર્શન તેમજ સેલનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.૧૬ જાન્યુઆરી સુધી સવારે ૧૦ઃ૩૦થી રાત્રે ૮ઃ૩૦ વાગ્યા સુધી સિલ્ક ઇન્ડિયામાં દેશભરના અલગ-અલગ સ્થાનોથી લોકપ્રિય મનગમતી સાડીઓ તેમજ ડ્રેસ મટીરીયલ ઉપલબ્ધ છે.
અલગ ડિઝાઇન પેટર્ન, કલરનો ઘણો સંગ્રહ અહીંયા ઉડીસા આર્ટ એન્ડ ક્રાફ્ટ દ્વારા આયોજિત ભવ્ય પ્રદર્શન તેમજ સેલમાં દેશના વિવિધ પ્રદેશ, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તર પર લોકપ્રિય એવા લગ્ન પ્રસંગનું પ્રદર્શન શરૂ થયું છે. અહીંયા જાેવા મળતી સાડી, ડ્રેસ મટીરીયલ બેજાેડ અને મનને નિભાવનારી છે. બનારસી સિલ્ક સાડી, તમિલ કોયમ્બતુર સિલ્ક, કાંજીવરમ સાડી, કર્ણાટકથી બેંગલુરુ સિલ્ક, કેપ અને જાેર્જટ સાડી, કોલકાત્તાની બોલુચરી, આંધ્રપ્રદેશની કલમકારી, પોચમપલ્લી, મંગલગીરી ડ્રેસ મટેરીયલ, પશ્ચિમ બંગાળની કાંથા વર્ક સાડી, રાજસ્થાની બ્લોક હેન્ડપ્રિન્ટ, બ્લોક પ્રિન્ટ, જયપુરી કુર્તી, બ્લોક પ્રિન્ટ, સાંગનેરી પ્રિન્ટ, કોટાટોડીયા ખાદી સિલ્ક તેમજ કોટન ડ્રેસ મટીરીયલ મળશે.