Western Times News

Gujarati News

ઓપરેશન અજય: ઈઝરાયેલથી ૨૧૨ ભારતીયોને લઈને દિલ્હી આવ્યું વિમાન

(એજન્સી)નવી દિલ્હી, ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે ભારત સરકારે ઓપરેશન અજય શરૂ કર્યું છે. ઇઝરાયલના તેલ અવીવ એરપોર્ટથી ૨૧૨ ભારતીયોને લઈને પ્રથમ ચાર્ટર ફ્લાઈટ આજે સવારે દિલ્હી એરપોર્ટ પહોંચી હતી. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લોકોનું સ્વાગત કર્યું હતું અને તેમનાં ખબર-અંતર પણ પૂછ્યા હતા.

ગયા ગુરુવારે, ૨૧૨ ભારતીયોને લઈને એક વિશેષ વિમાન તેલ અવીવ એરપોર્ટથી રવાના થયું હતું, જે આજે સવારે દિલ્હીના એરપોર્ટ પર પહોંચ્યું હતું. એક નિવેદન જારી કરીને વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે અમારી પ્રાથમિકતા માત્ર એવા ભારતીયોને સુરક્ષિત રીતે પરત લાવવાની છે જેઓ પરત ફરવા માંગે છે. લોકોના પરત આવવા માટેની વિનંતીઓ મળતી રહે છે,

તે મુજબ ફ્લાઈટ્‌સ શેડ્યૂલ કરવામાં આવશે. જાેકે હાલમાં ચાર્ટર પ્લેનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ તમામ વિકલ્પો ખુલ્લા છે. જરૂર પડ્યે ભારતીય વાયુસેનાની મદદની શક્યતા નકારી શકાય તેમ નથી. તમને જણાવી દઈએ કે ઈઝરાયેલમાં ૧૮ હજાર ભારતીયો હાજર છે. ઓપરેશન અજય હેઠળ ઇઝરાયલથી ભારત લાવવામાં આવેલા એક ભારતીય નાગરિકે જણાવ્યું હતું કે, “ઇઝરાયેલમાં યુદ્ધ શરૂ થયા બાદ, અમને ભારતમાંથી અમારા પરિવાર અને મિત્રોના ફોન આવવા લાગ્યા, દરેકને અમારી ચિંતા હતી.

અમને ઈઝરાયેલથી સુરક્ષિત રીતે ભારતમાં લાવવા માટે આ ઓપરેશન માટે હું ભારત સરકાર અને ભારતના વિદેશ મંત્રાલયનો આભાર માનું છું. ઈઝરાયેલથી ભારત આવેલી સીમા બલસારાએ કહ્યું, “હું એર ઈન્ડિયા વતી તેલ અવીવમાં એરપોર્ટ મેનેજર તરીકે કામ કરતી હતી, હું છેલ્લા ૧૦ મહિનાથી ત્યાં હતી, અમને ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.

છેલ્લા ૪-૫ દિવસથી અહીં સ્થિતિ તંગ છે. અમે તે પરિસ્થિતિનો સામનો કર્યો અને હવે અમે અહીં છીએ. મારો પરિવાર ભારતમાં રહે છે, હું ત્યાં (તેલ અવીવ) રહેતો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.