Western Times News

Gujarati News

OperationDost : ભૂકંપ પીડિત Turkeyના લોકોએ NDRFની ટીમને તાળીઓથી વધાવી

નવી દિલ્હી, તુર્કી માં આવેલા ભીષણ ભૂકંપમાં મદદ કરવા પહોંચેલી ભારતની NDRF ટીમનું Operation Dost પૂર્ણ થયુ છે. જ્યારે ભારતીય ટીમ પરત આવી રહી હતી ત્યારે તુર્કીના લોકોએ ભારતીય ટીમને ભવ્ય વિદાય આપી હતી.

એરપોર્ટ પર ભેગા થયેલા સ્થાનિક લોકોએ તાલીઓનું માન આપીને ભારતીય ટીમનો આભાર માન્યો હતો. આવો જ નજારો તુર્કીના ઈસ્કેંડરનમાં ભારતીય સેનાની મેડિકલ ટીમે વિદાય લીધી ત્યારે જાેવા મળ્યો હતો. આ દરમિયાન ટર્કિશ લોકોએ ભારતીય સેનાના ૬૦ પૈરા ફીલ્ડ હૉસ્પિટલના ડૉક્ટર અને મેડિકલ સ્ટાફનો તાલી વગાડીને આભાર માન્યો હતો.

તુર્કીમાં ભૂકંપ બાદ મદદ કરવા માટે પહોંચેલી NDRF અને સેનાની ફીલ્ડ હૉસ્પિટલની ટીમે સેંકડો ટર્કિશ લોકોની ન માત્ર જાન બચાવી પરંતુ હજારો ઘાયલ લોકોની સારવાર પણ કરી હતી.મોટી વાત તો એ છે કે, મદદ માટે ભારતીય ટીમ તુર્કીની સરકાર પર ર્નિભર રહી ન હતી. મદદ માટે ગયેલી ભારતીય ટીમ તમામ પ્રકારની વસ્તુઓ સાથે લઈને ગઈ હતી.

Operation Dost: Earthquake victims of Turkey applaud the NDRF team

જ્યારે મેડિકલ સપ્લાઈ પણ ભારત તરફથી દરરોજ મોકલવામાં આવતો હતો. ભારતીય ટીમની આ નિઃસ્વાર્થ ભાવની સેવાનો આભાર માનવા તુર્કીના લોકો એરપોર્ટ પર પહોંચ્યા હતા અને તાલિયો વાગાડીને આભાર માન્યો હતો.

એરપોર્ટ પરનો આ રોમાંચક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જ્યારે તુર્કી ભૂકંપમાં બેહાલ થઈ ગયુ ત્યારે ભારતે સૌથી પહેલા બચાવ અને રાહત કામગીરીની મદદ મોકલી હતી. ભારત સરકારે ૨૪ કલાકની અંદર સેનાની ફીલ્ડ હૉસ્પિટલ તુર્કીમાં સ્થાપિત કરી હતી.

આ હૉસ્પિટલમાં ૧૦થી વધુ ડૉક્ટર અને ૯૯ મેડિકલ સ્ટાફ તૈનાત હતો. ભારત સરકારે તુર્કી સરકારની સમસ્યા ઓછી કરવા માટે વિમાનમાં ટ્રક, ટેન્ટ, કોલ્ડ વેધર સૂટ, સ્લીપિંગ બેગ, મેડિકલ ઉપકરણ, બેડ અને દવાની મદદ મોકલી હતી. ભારતીય ટીમે હજારો ઈજાગ્રસ્તોના ઓપરેશન પણ કર્યા હતા. તુર્કી અને ભારતના સબંધો શરૂઆતથી જ સારા રહ્યા નથી.

તુર્કીએ હંમેશા ભારતની તુલનામાં પાકિસ્તાનને વધુ મહત્વ આપ્યુ છે. આ કારણે ભારતે પણ તુર્કી અંગે પોતાની વિદેશ નીતિ બદલવી પડી હતી.એવામાં ભૂકંપના સમયે તુર્કીને પાકિસ્તાન અને મલેશિયા જેવા મોટા દેશોમાંથી પણ કોઈ મદદ મળી નથી. તુર્કીએ કટેલીય વખત સંયુક્ત રાષ્ટ્રમાં કશ્મીર અંગે પાકિસ્તાનનો પક્ષ લીધો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.