ઓપરેશન જેલ ગુજરાતમાં હાથ ધરવામાં આવ્યું
અમદાવાદ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ અધિકારીઓની બેઠકનો સંદેશ ડીજીને મોકલવામાં આવ્યો હતો. હર્ષ સંઘવીએ મિટિંગ પહેલા મોટા શહેરોના સીપીને પાંચ ડીસીપી સાથે ૧૦૦ પોલીસકર્મીઓની ટીમ અને જિલ્લા એસપીને સંબંધિત અધિકારીઓની ટીમને બોડી વોર્ન કેમેરા પરથી ધૂળ ખંખેરીને કંટ્રોલ રૂમ સાથે ટેસ્ટિંગ કરવા માટે તૈયાર રહેવા માટેના આદેશ આપી દીધા હતા.
કોઈને એ વાતની ખબર નહોતી કે શા માટે આ આદેશ આપવામાં આવ્યો છે અને આગળ શું થવાનું છે. કેટલાક પોલીસકર્મી રૂટિન ટ્રાફિક ડ્રાઈવ હશે તેમ માની રહ્યા હતા. કેટલાક તો રસ્તા પર મેગા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે તેમ માની રહ્યા હતા. ગૃહમંત્રીના આદેશ બાદ બધું તૈયાર થતા લગભગ ૮ વાગી ગયા હતા. સૌ કોઈ ગૃહમંત્રી તરફથી શું આદેશ આપવામાં આવે છે તેની રાહ જાેઈને બેઠા હતા.
ગૃહમંત્રી જે સમય નક્કી કરવામાં આવ્યો હતો તે પ્રમાણે ડીજીપી ઓફિસ પહોંચી ગયા હતા. આ દમિયાન ડીજી સાથે મોટા અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. રાત્રે ૮ વાગ્યેને ૨૦ મિનિટ સુધી તો ખુદ ડીજીપીને પણ ખબર નહોતી કે આખરે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી કરવાના શું છે.
હર્ષ સંઘવીનો આદેશ મળ્યા બાદ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી, જેને લઈને પોલીસકર્મીઓ પણ તુક્કા લગાવી રહ્યા હતા પરંતુ તેમને શું આદેશ મળશે તે અંગે માલુમ નહોતું. જે વરિષ્ઠ અધિકારીઓને ઓપરેશ જેલ અંગે આદેશ મળ્યો તે પછી તાત્કાલિક આ અંગે નીચે આદેશ આપવામાં આવ્યો હતો. જાેકે, આદેશ મળે તે પહેલાથી જ ટીમો તૈયાર હતી.
આ ટીમો ગાડીમાં બેઠી ત્યાં સુધી તેમને ખબર નહોતી કે કરવાનું શું છે અને ક્યાં જવાનું છે. પોલીસ અધિકારીઓની ટીમને સંબંધિત શહેરની જેલો પર પહોંચીને દરોડા પાડવાના આદેશ આપવામાં આવ્યા હતા. પોલીસકર્મીઓ પર બોડી વોર્ન કેમેરા લાગેલા હતા, જેનું સીધું પ્રસારણ કંટ્રોલરૂમમાં થઈ રહ્યું હતું.
ગૃહરાજ્ય મંત્રીએ જેલોના ડીજીને બોલાવ્યા અને તેમને કહ્યું કે તમે જણાવો કે જેલમાં ક્યાં-ક્યાં કયા બેરેકમાં ટીમોને મોકલવામાં આવે. સાબરમતી જેલમાં આતંકીઓની સાથે કુખ્યાત અને નામચીન લોકો છે, બાકી જેલોમાં પણ આવી સ્થિતિ છે.
સત્તાવાર સૂત્રોનું માનીએ તો દરોડા દરમિયાન અતિક અહેમદ, મોહમ્મદ ટાટા, પ્રદીપ શર્મા, રમણ પટેલ, સાંકેત ગોખલે જેવા આરોપીઓની તપાસ કરવામાં આવી તો તેઓ રડમસ થઈ ગયા હતા. જેલમાંથી મોબાઈલ ફોન, હેરોઈન સિવાય ઘણી વસ્તુઓ મળી છે જે જેલ મેન્યુઅલનું સીધું ઉલ્લંઘન છે.
જેલમાં આ બધી વસ્તુઓ કઈ રીતે પહોંચે છે? કોઈ આ વસ્તુઓ જેલની અંદર લઈ જાય છે? આ સવાલોના જવાબ મેળવવા માટે હવે જવાબદાર અધિકારીઓને રડારમાં લેવામાં આવશે. આ આખા ઓપરેશનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સીએમ ડેશ બોર્ડથી લાઈવ જાેઈ રહ્યા હતા, જ્યારે ગૃહરાજ્યમંત્રી કમાન્ડ કંટ્રોલ રૂમથી ઓપરેશન પર નજર રાખી રહ્યા હતા.SS1MS