સુદાનમાં સેના અને અર્ધલશ્કરી દળ વચ્ચે ભીષણ યુદ્ધ
સુદાનમાં ફસાયેલા ભારતીયોને કાઢવા ઓપરેશન કાવેરી શરૂ -એસ જયશંકરે ટ્વીટ કર્યું કે સુદાનમાં ફસાયેલા આપણા નાગરિકોને પરત લાવવા ઓપરેશન કાવેરી ચલાવાય છે
સુદાન, આફ્રિકન દેશ સુદાન હાલ ગૃહયુદ્ધનો સામનો કરી રહ્યો છે. ત્યારે સુદાનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ભારત સરકારે ઓપરેશન કાવેરી શરૂ કર્યું છે.
વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું કે સુદાનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે ભારત સરકાર દ્વારા ઓપરેશન કાવેરી શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ લગભગ ૫૦૦ ભારતીય પોર્ટ સુદાન પહોંચ્યા છે. Operation Kaveri gets underway to bring back our citizens stranded in Sudan. About 500 Indians have reached Port Sudan. More on their way. Our ships and aircraft are set to bring them back home.
Airstrikes have started in Sudan. Everyone please call your families. #sudan #war pic.twitter.com/wroLlg8V56
— Taloya Rabee (@TaloyaRabee) April 15, 2023
તમને જણાવી દઈએ કે સુદાનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે વાયુસેનાના બે સી-૧૩૦ વિમાન અને નેવીનું આઈએનએસ સુમેધા જહાજ સાઉદી અરેબિયા અને સુદાન પહોંચ્યા છે. વાયુસેનાના જહાજાે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં તૈનાત છે, જ્યારે ૈંદ્ગજી સુમેધા સુદાનના બંદરે પહોંચી ગયું છે.
સુદાનમાં છેલ્લા ઘણાં દિવસોથી સેના અને અર્ધલશ્કરી દળ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. સેના સામે યુદ્ધ કરી રહેલા અર્ધલશ્કરી દળને અહીં રેપિડ સપોર્ટ ફોર્સ (ઇજીહ્લ) તરીકે ઓળખવામાં આવે છે. સેના અને આરએસએફ વચ્ચેના યુદ્ધમાં અહીંના સામાન્ય લોકો ખરાબ રીતે ફસાયા છે. રાજધાની ખાર્તુમમાં સૌથી ખરાબ સ્થિતિ છે. અહીં એરપોર્ટ અને સ્ટેશન સહિત તમામ મહત્વની જગ્યાઓ પર કબજાે મેળવવા માટે લડાઈ ચાલી રહી છે.
સુદાનમાં લગભગ ૪ હજાર ભારતીયો છે. મળતી માહિતી મુજબ મોટાભાગના ભારતીયો ચાર શહેરોમાં સ્થાયી થયા છે. જેમાંનું એક ઓમડુરમેન, બીજું કસાલા, ત્રીજું ગેડારેફ અથવા અલ કાદરીફ, જ્યારે ચોથા શહેરનું નામ વાડ મદની છે. આમાંથી બે શહેરોનું અંતર રાજધાની ખાર્તુમથી ૪૦૦ કિલોમીટરથી પણ વધુ છે, જ્યારે એક શહેરનું અંતર લગભગ ૨૦૦ કિલોમીટર છે.
એક શહેર રાજધાની નજીક આવેલું છે અને ખાર્તુમથી તેનું અંતર માત્ર ૨૫ કિલોમીટર છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ ચારમાંથી એકપણ શહેરમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નથી. સુદાનમાં માત્ર બે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે. એક રાજધાની ખાર્તુમમાં છે અને બીજું પોર્ટ સુદાનમાં છે.