Western Times News

Gujarati News

“ઓપરેશન સિંદૂરમાં ભારતે 100 આતંકીઓનો ખાતમો કર્યો”: DGMO

ઓપરેશન સિંદૂર આતંકવાદી કાવતરાખોરો અને તેમના ઠેકાણાઓનો નાશ કરવા માટે હાથ ધરવામાં આવ્યું હતું

(એજન્સી)નવી દિલ્હી, આ પ્રેસ કોન્ફરન્સ ઓપરેશન સિંદૂર પર યોજાઈ રહી છે. લેફ્‌ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ, વાઈસ એડમિરલ એએન પ્રમોદ અને એર માર્શલ અવધેશ કુમાર ભારતી ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપે છે.

ડીજીએમઓએ કહ્યું- તમે બધા જાણો છો કે પહેલગામ હુમલામાં ૨૬ લોકો કેટલી ક્રૂરતાથી માર્યા ગયા હતા. લેફ્‌ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂર સ્પષ્ટપણે આતંકવાદી કાવતરાખોરો અને તેમના ઠેકાણાઓનો નાશ કરવા માટે હાથ ધરવામાં આવ્યું હતું. અમે સરહદ પાર આતંકવાદી કેમ્પ અને ઇમારતો ઓળખી કાઢી. આમાંના ઘણાને પહેલાથી જ ખાલી કરાવી દેવામાં આવ્યા હતા કારણ કે તેઓ અમારી કાર્યવાહીથી ડરતા હતા.

એર માર્શલ ભારતીએ કહ્યું, મને ૧૦ મેના રોજ પાકિસ્તાની ડીજીએમઓ દ્વારા ફોન કરવામાં આવ્યો હતો. બપોરે ૩.૩૦ વાગ્યે પાકિસ્તાનના ડીજીએમઓ સાથે વાતચીત થઈ. જેમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ૭ વાગ્યા પછી કોઈ હુમલો કરવામાં આવશે નહીં. આગામી વાટાઘાટો ૧૨ મેના રોજ યોજાશે. થોડા કલાકો પછી જ તેમણે યુદ્ધવિરામ તોડ્‌યો. ડ્રોનથી હુમલો થયો અને ગોળીબાર થયો.

અમે તેમને સંદેશ આપ્યો કે અમે અમારા પર થયેલા હુમલાનો જવાબ આપી દીધો છે. જો આજે રાત્રે પણ આ કરવામાં આવશે, તો અમે જવાબ આપીશું. આ પછી આપણા આર્મી ચીફે અમને જવાબ આપવાનો સંપૂર્ણ અધિકાર આપ્યો છે. આપણા પાંચ સૈનિકો શહીદ થયા, અમે તેમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ.

અમે તણાવ વધારવા માટે કોઈપણ રીતે પ્રતિક્રિયા આપી નથી, પરંતુ જો આપણી સાર્વભૌમત્વ અને અખંડિતતા પર હુમલો થશે તો અમે નિર્ણાયક રીતે જવાબ આપીશું.
એર માર્શલ ભારતીએ કહ્યું, અમારી લડાઈ પાકિસ્તાની સૈન્ય કે બીજા કોઈ સાથે નથી. અમારી લડાઈ આતંકવાદીઓ સામે છે, જેમને અમને નિશાન બનાવ્યા છે. પરંતુ તેઓએ ડ્રોન, યુએવીથી હુમલો કર્યો. અમારી પાસે જવાબ આપવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. આપણી પાસે આ કરવાની ક્ષમતા છે.

પહેલગામ હુમલા પછી, અમે અરબી સમુદ્રમાં ઘણી કવાયતો હાથ ધરી અને અમારા શસ્ત્રોની તપાસ કરી. અમે અમારી તૈયારીઓનું પરીક્ષણ કરી રહ્યા હતા. નૌકાદળ સતત પાકિસ્તાની નૌકાદળ પર નજર રાખતું હતું. અમને તેના દરેક સ્થાન અને ગતિવિધિની જાણ હતી.

એર માર્શલ ભારતીએ કહ્યું, તેઓએ જમ્મુ, ઉધમપુર, પઠાણકોટ, નાલ, ડેલહાઉસી, ફલોદીમાં હુમલો કર્યો હતો. લેફ્‌ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ જણાવ્યું હતું કે, ‘અમે આ સ્થળોને સચોટ રીતે ઓળખી કાઢ્યા છે અને તેમના પુરાવા મેળવવાની પ્રક્રિયા પણ સુનિશ્ચિત કરી છે.’ અમે સરહદ પાર ૯ સ્થળોએ ૧૦૦ આતંકવાદીઓને ઠાર કર્યા. અમે કંદહાર હાઇજેક અને પુલવામા હુમલામાં સામેલ ત્રણ મોટા આતંકવાદીને મારી નાખ્યા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.