બહેનોએ તિરંગા યાત્રા યોજી ગુજરાતના આ શહેરમાં ઓપરેશન સિંદૂરના સમર્થનમાં

(પ્રતિનિધિ)ગોધરા, ભારત દેશના મસ્તક સમાન જમ્મુ કાશ્મીરમાં આવેલા પહેલગામમાં તા.૨૨ એપ્રિલના રોજ ભારત દેશના વિવિધ રાજ્યોમાંથી સહેલગાહ અર્થે ગયેલા સહેલાણીઓને આંતકવાદીઓ ધ્વારા માત્ર નામ અને ધર્મ પૂછીને ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
જે ફાયરિંગમાં ૨૬ જેટલા માસૂમ નિર્દોષ સહેલાણીઓ એ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
ત્યારબાદ ભારત દેશની વીર,જાંબાજ સેના ધ્વારા ઓપરેશન સિંદૂર હેઠળ દુશ્મન દેશ પાકિસ્તાનમાં ઘૂસી જઇ આંતકીઓના ઠામ ઠેકાણા ને નુકસાન કરી ધ્વસ્ત કરી યુદ્ધના તમામ પાસાઓમાં આંખે અંધારા લાવી દેતા ધૂળ ચાટતા કરી દીધા હતા.
ત્યારે આપણી ભારત દેશની આ વીર સેના ના અભૂતપૂર્વ પરાક્રમ,શૌર્ય,સાહસ ને તેમજ તેઓની વીરતા ને શાબાશી આપવા અને બિરદાવવા માટે સમગ્ર ભારત દેશમાં સિંદૂર યાત્રાઓ યોજાઈ રહી છે.
જેના ભાગરૂપે આજે ગોધરા શહેરમાં પણ માત્ર ને માત્ર મહિલાઓ,બહેન,દીકરીઓ અને માતાઓ ધ્વારા મોટી સંખ્યામાં શહેરના પોલીસ હેડ ક્વાટર ખાતે એકત્ર થઈ હાથમાં ભારત દેશના તિરંગા સાથે સિંદૂર યાત્રા યોજવામાં આવી હતી.જે સિંદૂર યાત્રા નું પોલીસ હેડ ક્વાટર ખાતે થી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.જે યાત્રા લાલબાગ બસ સ્ટેન્ડ રોડ,બગીચા રોડ ઉપરથી પસાર થઈ બાવાની મઢી ખાતે સમાપન કરવામાં આવ્યું હતું.
આ યાત્રામાં મોરવા હડફ ના ધારાસભ્ય નિમિષાબેન સુથાર, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કેતુબેન દેસાઈ, કામિનીબેન સોલંકી, જિલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડાયરા, ડીવાયએસપી બિન્દાબા જાડેજા,સહિત વિવિધ સંગઠનો ની મહિલાઓ જોડાયા હતા..