સ્વામીનારાયણ નગર અમદાવાદ વિશે અને પ્રમુખ સ્વામી માટેનો અભિપ્રાય
અમદાવાદ, સ્વામીનારાયણ નગરનું આયોજન ખૂબ અદ્ભુત છે. આટલી સરસ રીતે નાના નાના મુદ્દાઓ વિશે વિચારી આયોજન કરવું જેથી જે પણ લોકો નગર જાેવા આવે તેમને કોઈ અડચણ ન પડે એ ખરેખર અદ્ભુત છે. રોજ કેટ કેટલા લોકો આવતા હશે તેનો તો અંદાજ નથી પણ એમની દરેક સગવડ કેમ સાચવવી તેને માટે સ્વામીનારાયણ બીએપીએસના સ્વામીઓ અને સ્વયંસેવકોએ જે આયોજન કર્યું છે તે અદ્ભુત છે એનું શબ્દોમાં વર્ણન કરી શકાય એમ નથી.
પ્રમુખસ્વામી વિશેનો અભિપ્રાય વૈષ્ણવ જન તો એને કહીએ જે પીડ પરાઈ જાણે રે. આ ભજન નરસિંહ મહેતા એ લખેલું છે. ગાંધીજીનું પ્રિય ભજન હતું એમાં વૈષ્ણવ જન વ્યક્તિ કેવો છે તે જણાવેલું છે વૈષ્ણવ જન એટલે પુરુષોત્તમ આવી વ્યક્તિ તો શ્રી રામ હતા વેદ ઉપનિષદની ફીલોસોફીનો નિચોડ જેવું આ ભજન છે. નરસિંહ મહેતા ભણેલા નહોતા પણ વેદ ઉપનિષદ વિશેનું એમનું જ્ઞાન જાણે Implany થયેલુ હોય એવુ લાગે છે. વૈષ્ણવ જન કે પુરુષોત્તમ કેવા હોઈ શકે તે આ ભજનમાં જણાવેલું છે. એક શ્રીરામ ભગવાન એવા પુરુષોત્તમ હતા. બીજા વૈષ્ણવ જન અથવા તો પુરુષોત્તમ પ્રમુખ સ્વામી મહારાજ હતા. તેમ એક વાંચક જણાવે છે.