આ કંપની આપી રહી છે, સ્માર્ટફોન પર સ્ક્રીન રિપ્લેસમેન્ટ અને 70% સુધી કેશબેક
‘OPPO F21 પ્રો’નું વેચાણ 15મીથી અને ‘F21 પ્રો 5G’નું વેચાણ 21 એપ્રિલથી શરૂ થશે
કોઇપણ બ્રાન્ડના જુના ડિવાઇસ માટે INR 2000 નું એક્સચેન્જ બોનસ અને OPPO ડિવાઇસના એક્સચેન્જ માટે વધારાનું INR 1000નું લોયલ્ટી બોનસ
નવી દિલ્હી, અગ્રણી વૈશ્વિક સ્માર્ટ ડિવાઇસ બ્રાન્ડ OPPO દ્વારા ઘણા સમયથી પ્રતિક્ષા થઇ રહી હતી તેવા તેમના OPPO F21 પ્રો અને OPPO F21 પ્રો 5Gના વેચાણની જાહેરાત કરવામાં આવી છે. OPPO F21 Pro will go on sale from 15th April and F21 Pro 5G from 21st April, with many exciting offers
15 એપ્રિલ 2022થી INR 22,900માં OPPO F21 પ્રોનું વેચાણ શરૂ થશે તેમજ 21 એપ્રિલ 2022થી INR 26,999માં OPPO F21 પ્રો 5Gનું વેચાણ શરૂ થશે. OPPO એન્કો એર-2 પ્રો પણ INR 3,499માં ઉપલબ્ધ થશે. ઉત્સાહજનક ઓફરો સાથે આ પ્રોડક્ટ્સ તમામ મુખ્ય રિટેઇલરો પાસે તેમજ ઑનલાઇન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે.
F21 પ્રો દ્વારા તેના 32MP ફ્લેગશીપ-ગ્રેડ સોની IMX709 RGBW સેલ્ફી સેન્સર દ્વારા પ્રોફેશનલ પોર્ટ્રેટ ફોટોગ્રાફીનો અનુભવ આપવામાં આવે છે જે AI પોર્ટ્રેટ એન્હેસમેન્ટ, બોકેહ ફ્લેર પોર્ટ્રેટ અને સેલ્ફી HDR જેવી ઇનોવેટીવ વિશેષતાઓ સાથે આવે છે. આ હેન્ડસેટ પોતાના સેગમેન્ટમાં પ્રથમ 2MP માઇક્રોલેન્સથી સજ્જ છે જે 15x/30x મેગ્નિફિકેશન આપે છે.
F21 પ્રોમાં આ ઇન્ડસ્ટ્રીમાં સૌપ્રથમ ફાઇબરગ્લાસ- લેધર ડિઝાઇન સમાવેલા છે અને સાથે ઓર્બિટ લાઇટ છે જે માઇક્રોલેન્સની આસપાસમાં લગાવેલી છે. આ સ્માર્ટફોન સનસેટ ઓરેન્જ અને કોસ્મિક બ્લેક એમ બે રંગમાં ઉપલબ્ધ છે.
F21 પ્રો 5G 64MP મુખ્ય કેમેરા, 16 મેગા પિક્સેલ ફ્રન્ટ કેમેરા, 2 મેગાપિક્સેલ ડેપ્થ કેમેરા અને 2 મેગાપિક્સેલ મેક્રો ટ્રીપલ કેમેરા યુનિટથી સજ્જ છે. આ સ્માર્ટફોનમાં ડ્યૂઅલ વ્યૂ વીડિયો, AI સીન એન્હેન્સમેન્ટ, બોકેહ ફ્લેર પોર્ટ્રેટ અને સેલ્ફી HDR જેવી વિશેષતાઓ પણ છે. તે F સિરિઝમાં સૌથી પાતળો 5G ફોન છે જે સ્ટબલ ગ્લિટરી દેખાવ સાથે મેટ ફિનિશમાં આવે છે અને છ રંગોની બહુરંગી અને પ્રિઝમેટિક ઇફેક્ટ બનાવે છે. તે બે રંગો – રેઇનબો સ્પેક્ટ્રમ અને કોસ્મિક બ્લેકમાં ઉપલબ્ધ છે.
વધુમાં, આ સ્માર્ટફોન ક્વાલકોમ સ્નેપડ્રેગન 680 Soc, 128GB ROM અને 8GB RAMથી સજ્જ છે અને તેમાં વધારાની 5GB સ્ટોરેજ ક્ષમતા ઉમેરી શકાય છે.
ઑફલાઇન ઓફરો
ગ્રાહકો 15 એપ્રિલ 2022 થી 21 એપ્રિલ 2022 દરમિયાન આકર્ષક ઓફરોનો લાભ મેળવી શકે છે
નવો OPPO F21 પ્રો સિરિઝ ફોન આકર્ષક સ્કીમ અને ઓફરો સાથે ઉપલબ્ધ થશે. ગ્રાહકો HDFC બેંક, ICICI બેંક, કોટક બેંક, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ, IDFC ફર્સ્ટ બેંક, બેંક ઓફ બરોડા અને બીજા ઘણા ક્રેડિટ કાર્ડ પર 10% કેશબેક મેળવી શકે છે. તેઓ તમામ બેંકોના કાર્ડ પર 06 મહિના સુધી નો-કોસ્ટ EMI પણ મેળવી શકશે.
ગ્રાહકો બજાજ ફિનસર્વ, TVS ક્રેડિટ, IDFC ફર્સ્ટ બેંક, HDFC બેંક, HDB બેંક, કોટક બેંક, ICICI કન્ઝ્યુમર ફાઇનાન્સ, મહિન્દ્રા ફાઇનાન્સ, ઝેસ્ટ મની વગેરે દ્વારા આપવામાં આવતી ‘ઇઝુ ટુ ઓન ફાઇનાન્સ સ્કીમ’નો પણ વિકલ્પ પસંદ કરી શકે છે. ગ્રાહકો IDFC ફર્સ્ટ બેંક સાથે વન EMI કેશબેકનો લાભ પણ મેળવી શકે છે.
ગ્રાહકો જો તેમના જૂના ફોનમાંથી અપગ્રેડ થઇને નવો F21 પ્રો સિરિઝ લેવા માંગતા હોય તો તેઓ OPPO અપગ્રેડ દ્વારા 70% સુધીની નિશ્ચિત બાયબેક ઓફરનો પણ લાભ મેળવી શકે છે. તેઓ તેમના કોઇપણ બ્રાન્ડ જુના ડિવાઇસ પર INR 2000 સુધી અને OPPO ડિવાઇસના એક્સચેન્જ પર વધારાના INR 1000નું લોયલ્ટી બોનસ પણ મેળવી શકે છે.
પ્રારંભિક ઓફરના ભાગરૂપે, ગ્રાહકો INR 1499માં OPPO M32 નિકબેન્ડ મેળવી શકે છે.
OPPOના લોયલ ગ્રાહકો 180 દિવસ માટે એક વખત સ્ક્રીન રિપ્લેસમેન્ટ મેળવી શકે છે. આમાં ઓફર એક્ટિવેશનના 180 દિવસમાં F21 સિરિઝમાં કોઇપણ સ્ક્રીન નુકસાનને આવરી લેવામાં આવે છે. જે ગ્રાહકો સ્ક્રીન રિપ્લેસમેન્ટ માટે પાત્રતા ધરાવતા હોય તેઓ નજીકના અધિકૃત સર્વિસ સેન્ટર પર મફતમાં સ્ક્રીન બદલાવી શકે છે. આ ઓફરનો લાભ માય OPPO એપ્લિકેશન દ્વારા સરળતાથી મેળવી શકાય છે.
ઑનલાઇન ઓફરો
ગ્રાહકો 12 એપ્રિલથી 21 એપ્રિલ સુધી આકર્ષક ઓફરોનો લાભ મેળવી શકે છે
ગ્રાહકો અગ્રણી બેંકો દ્વારા આપવામાં આવતા 6 મહિનાના નો-કોસ્ટ EMI અને અગ્રણી બેંકોના ક્રેડિટ કાર્ડ/ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ EMI પર 10% કેશબેક (INR 2500 સુધી) મેળવી શકે છે. ઓફરો SBI (ફક્ત એમેઝોન) અને બેંક ઓફ બરોડા સાથે 21 એપ્રિલથી 14 એપ્રિલ 20222 દરમિયાન ઉપલબ્ધ છે અને HDFC (ફક્ત એમેઝોન), ICICI (ફક્ત એમેઝોન) અને બેંક ઓફ બરોડા સાથે 15 એપ્રિલ અને તે પછી ઉપલબ્ધ છે.
ગ્રાહકો તેમના કોઇપણ બ્રાન્ડના જુના ડિવાઇસ પર INR 2000 સુધીનું એક્સચેન્જ બોનસ અને OPPOના લોયલ યુઝર્સ INR 3000નું એક્સચેન્જ બોનસ મેળવી શકે છે
લોયલ OPPO યુઝર્સ 180 દિવસ માટે એક વખત સ્ક્રીન રિપ્લેસમેન્ટ પણ મેળવી શકે છે. આમાં સ્ક્રીનમાં કોઇપણ પ્રકારનું આકસ્મિક નુકસાન, પાણીના કારણે નુકસાન અને અન્ય પ્રકારના નુકસાન આવરી લેવામાં આવ્યા છે. આ ઓફર OPPOની ‘My OPPO’ એપ્લિકેશનનો ઉપયોગ કરીને સરળતાથી મેળવી શકાય છે.