Western Times News

Gujarati News

રાષ્ટ્ર્રપતિની ચૂંટણી આ વર્ષે જુલાઈમાં, ઉપરાષ્ટ્ર્રપતિની ઓગસ્ટમાં યોજાશે

વિપક્ષનું વલણ એનડીએનાં રાષ્ટ્ર્રપતિ અને ઉપરાષ્ટ્ર્રપતિ પદના ઉમેદવાર પર નિર્ભર રહેશે:  Opposition may field joint candidate for presidential elections

કોંગ્રેસના વરિ નેતાએ દાવો કર્યેા હતો કે, તેમની પાર્ટી સાથે અન્ય વિપક્ષી દળ પણ આગામી રાષ્ટ્ર્રપતિની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના રાષ્ટ્ર્રીય લોકતાંત્રિક ગઠબંધનના ઉમેદવાર સામે પોતાના ઉમેદવારને ઉતારવા માટે પ્રતિબદ્ધ છે.

The Congress and the other Opposition parties are determined to field their own candidate against the Bharatiya Janata Party-led National Democratic Alliance’s nominee in the coming presidential election, a senior Congress leader claimed on Thursday.

કોંગ્રેસના વરિ નેતાએ સાથે એમ પણ જણાવ્યું કે, વિપક્ષનું વલણ સંપૂર્ણપણે એનડીએનાં રાષ્ટ્ર્રપતિ અને ઉપરાષ્ટ્ર્રપતિ પદના ઉમેદવાર પર નિર્ભર રહેશે. તે દર્શાવે છે કે, વિપક્ષ મોદી સરકારના રાજકીય કે સામાજિક વિચારો સાથે મેળ કરવાનો પ્રયાસ કરશે. રાષ્ટ્ર્રપતિની ચૂંટણી આ વર્ષે જુલાઈમાં યોજાવાની છે જયારે ઉપરાષ્ટ્ર્રપતિની ચૂંટણી ઓગસ્ટમાં યોજાવાની છે.

૨૦૧૭ માં કોંગ્રેસની આગેવાની હેઠળના વિપક્ષે ભૂતપૂર્વ લોકસભા અધ્યક્ષ મીરા કુમારને પોતાના રાષ્ટ્ર્રપતિ પદના ઉમેદવાર તરીકે નિયુકત કર્યા હતાં. બીજી તરફ, રામનાથ કોવિંદ ભાજપના નેતૃત્વ હેઠળના રાષ્ટ્ર્રીય લોકતાંત્રિક ગઠબંધનના ઉમેદવાર હતા.

રાષ્ટ્ર્રપતિની ચૂંટણીમાં રામનાથ કોવિંદની તરફેણમાં ૬૬૧,૨૭૮ મત પડા હતાં, જયારે મીરા કુમારની તરફેણમાં ૪૩૪,૨૪૧ મત પડા હતાં. તો વિપક્ષે ઉપરાષ્ટ્ર્રપતિની ચૂંટણીમાં આરજેડીના ઉમેદવાર એમ વેંકૈયા નાયડુની સામે ગોપાલકૃષ્ણ ગાંધીને પોતાના ઉમેદવાર બનાવ્યા હતાં. ઉપરાષ્ટ્ર્રપતિની ચૂંટણીમાં કુલ ૭૭૧ મત પડા હતાં જેમાં વેંકૈયા નાયડુને ૫૧૬ અને ગોપાલકૃષ્ણ ગાંધીને ૨૪૪ મત મળ્યા હતાં.

જો કે, વિપક્ષી ઉમેદવારોના રાષ્ટ્ર્રપતિ અને ઉપરાષ્ટ્ર્રપતિ ચૂંટાવાની શકયતાઓ ઓછી છે. ભલે એનડીએ પાસે રાષ્ટ્ર્રપતિની ચૂંટણી માટે જરી બહત્પમતના આકંડા ૫૪૯,૪૫૨ થી ૯૦૦૦ મત ઓછાં છે, પરંતુ તેની પાસે બીજૂ જનતા દળ અને  વાયએસઆર કોંગ્રેસ પાર્ટી જેવાં સંભવિત સમર્થકો છે જેઓ આ નુકસાનને ભરપાઇ કરી શકે છે.

કોંગ્રેસ માટે તમામ વિરોધ પક્ષોને સ્વીકાર્ય ઉમેદવારનું નામ આપવું પણ મુશ્કેલ બનશે. રાષ્ટ્ર્રપતિની ચૂંટણીના તાજેતરના ઈતિહાસમાં એપીજે અબ્દુલ કલામ એક માત્ર એવા રાષ્ટ્ર્રપતિ રહ્યાં છે કે જેમના નામ પર શાસક પક્ષ અને વિપક્ષ પણ સર્વસંમત જોવા મળ્યા હતાં.

તેમ છતાં, ડાબેરીઓએ એપીજે અબ્દુલ કલામ વિદ્ધ પૂર્વ આઈએનએ સૈનિક લમી સહગલને મેદાનમાં ઉતાર્યા હતાં. કોંગ્રેસના વરિ નેતાએ એમ પણ કહ્યું હતું કે, ભાજપે અનુક્રમે ૨૦૦૭ અને ૨૦૧૨ માં રાષ્ટ્ર્રપતિ પદ માટે પ્રતિભા પાટીલ અને પ્રણવ મુખજીર્ને નિર્વિરોધ સમર્થન નથી કયુ અને પોતાના ઉમેદવારો ઊભા કર્યા હતાં.

ભાજપે પ્રતિભા પાટિલ સામે ભૈરો સિંહ શેખાવતને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. બીજી તરફ ભાજપે પૂર્વ લોકસભા સ્પીકર પીએ સંગમાને પ્રણવ મુખર્જી સામે પોતાના ઉમેદવાર બનાવ્યા હતાં


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.