ગોધરાના સિનેમાઘરોમાં આમીર ખાનની ફિલ્મ લાલસિંહ ચડ્ડાનો વિરોધ

VHP અને બજરંગ દળે પોસ્ટર પર કાળા અક્ષરે બાયકોટ લખ્યું
ગોધરા,
ગોધરામાં દાહોદ રોડ ખાતે આવેલ સિલ્વર સ્ક્રીન મલ્ટી પ્લેકસ સિનેમા હોલમાં રિલીઝ થયેલી ફિલ્મ લાલસિંઘ ચઢ્ઢા ફિલ્મના પોસ્ટર પર બોયકોટ લખી વિરોધ કરવામાં આવ્યો હતો .
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આમીર ખાનની નવી ફિલ્મ લાલસિંઘ ચઢ્ઢા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો બોલીવુડના મિસ્ટર પરફેકટનીસ્ટ ગણાતા અભિનેતા આમીર ખાનની ફિલ્મ લાલસિંહ ચડ્ડાનો સોશિયલ મિડીયા પર વિરોધ થઈ રહ્યો છે . જેને બાયકોટ કરવા માટે કહેવાઈ રહ્યું છે ,
ગુજરાતમાં પણ તેનો વિરોધ જોવા મળી રહ્યો છે . પંચમહાલ જીલ્લાના વડામથક ગોધરા ખાતે આજે હિન્દુવાદી સંગઠનના નેતાઓ દ્વારા વિરોધ નોંધાયો હતો . જેમા કેટલાક સંગઠનના કાર્યકરો દ્વારા ગોધરા શહેરમાં આવેલા સિનેમાઘરોની બહાર ફિલ્મ લાલસિંહ ચડ્ડાના લગાવેલા પોસ્ટર પર કાળા અક્ષરે બાયકોટ લખીને વિરોધ દર્શાવ્યો હતો .
કાર્યકરોએ જણાવયું હતુ કે , હિન્દુ દેવી દેવતાઓનુ અપમાન કરનાર અને રાષ્ટ્રવિરોધી વિચારધારા ધરાવનાર આમીરખાનનો અમે વિરોધ કરીએ છે . ગોધરાની સિલ્વર સ્કિન મલ્ટીપ્લેક્ષની બહાર કાર્યકરો દ્વારા વિરોધ કરાયો હતો..
તસ્વીર: મનોજ મારવાડી, ગોધરા