AMCના રિઝર્વ પ્લોટમાં થતી ગંદકી તાકીદે દુર કરવા આદેશ
AMCના રીઝર્વ પ્લોટની યોગ્ય દેખરેખ થતી ન હોવાથી કચરા પેટીમાં પરિવર્તિત થઈ ગયા છે
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની માલિકીના અનેક રીઝર્વ પ્લોટ છે જેની યોગ્ય દેખરેખ થતી ન હોવાથી આ રીઝર્વ પ્લોટ કચરા પેટીમાં પરિવર્તિત થઈ ગયા છે તેથી તેની સફાઈ કરવા માટે અને ઘરે ઘરે ડસ્ટબીનનું વિતરણ કરવા સુચના આપવામાં આવી હતી.
આ ઉપરાંત મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે ફોગીંગ કાર્યવાહી ઝડપી બનાવવા માટે પણ હેલ્થ કમિટિમાં ચર્ચા થઈ હતી.
મ્યુનિ. હેલ્થ કમિટી ચેરમેન ભરતભાઇ પટેલના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કેટલાક રિઝર્વ પ્લોટમા પારાવાર ગંદકી હોય છે. તેમજ ઠેર ઠેર ઘણો કચરો પડેલો હોય છે. જે અંગે અનેક ફરિયાદ આવે છે તેમજ હેલ્થ કમિટીમાં પણ રજુઆત કરવામાં આવી હતી. જેને લઈ પ્લોટમાં સફાઈ કરવાની સૂચના આપી છે.
જાે ગાર્ડન વેસ્ટનો કચરો પડ્યો હોય તો તેને ઉપાડી લેવા જવાબદાર વિભાગને સૂચના આપી છે. અમદાવાદ શહેરમાં સૂકો અને ભીનો કચરો અલગ કરવા માટે ઘરે ઘરે ડસ્ટબીન આપવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. જેમાં શહેરમાં કુલ ૧૬ લાખ જેટલા ઘરોમાં ડસ્ટબીન વિતરણ કરવાનું હતું.
તમામ ઝોનમાં આવતા કુલ ૧૨ લાખ ઘરોમાં વિતરણ કરવામાં આવ્યું છે. જાે કે હજી ૪ લાખ જેટલા ઘરોમાં વિતરણ બાકી છે. ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં ગોતા અને પૂર્વ વિસ્તારમાં લાંભામાં હજી સુધી ડસ્ટબીન વિતરણ થયા નથી. જેથી જે વિસ્તારમાં ઘરોમાં વિતરણ બાકી હોય ત્યાં ઝડપથી ડસ્ટબીન આપવામાં માટે સૂચના આપી છે.
શહેરમાં મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે સતત ફોગીંગ કરવામાં આવી રહયું છે. મ્યુનિ. આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા એક સપ્તાહ દરમિયાન ૧૯૧૩૬પ ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું છે જે પૈકી પૂર્વ ઝોનમાં ર૯ર૦૭ પશ્ચિમમાં ૩૦૦૪પ, દ.પ.માં ર૩૧૭૦, દક્ષિણમાં ર૯૦૭૪, ઉત્તર- ર૪૭૭૮,ઉ.પ.-૩૬૯ર૮ અને મધ્ય- ૧૮૧પ૩ ઘરોમાં ફોગીંગ થયા છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.