મતદાન મથક હોય તેવી સ્કૂલોમાં રેમ્પની વ્યવસ્થા કરવા માટે આદેશ
(એજન્સી)અમદાવાદ, રાજયમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચુટણીની જાહેરાત થશે, ત્યારબાદ વાતાવરણ ચુંટણીમય બનશે. જાેકે, ચુંટણી જાહેર થાય તે પહેલા જ ચુંટણીને લગતી તૈયારીીઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે. જેમાં અમદાવાદ શહેરમાં આવેલી સ્કૂલો કે જયાં મતદાન થવાનું છે ત્યાં સશકત મતદારો માટે રેમ્પની વ્યવસ્થા કરવા માટે સુચના અપાઈ છે.
આ ઉપરાંત સ્કુલોમાં મતદાન વખતે તમામ પુરતી તૈયારીઓ કરવા માટે પણ જણાવાયું છે. જેમાં પાણી, સફાઈ સહીતની સમીક્ષા કરવા માટે જણાવાયું છે.પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત વિધાનસભાની ચુંટણીના પડઘમ સંભાળઈ રહયા છે. સંભવત દિવાળીનાતહેવારો બાદ ચુંટણી પંચ દ્વારા ચુંટણીની જાહેરાત કરાશે.
ત્યારબાદ ચુંટણીની અંગેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવશે. જાેકે ચુંંટણી વખતે જયાં મતદાન થવાનું છે. તેવી સ્કુલોને લઈને અત્યારથી જ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ અંગે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્કૂલોમાં યોગ્ય સુવિધા ઉભી કરવા માટે સુચના આપતા જીલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા સ્કૂલોને તૈયારીઓ કરવા માટે પરીપત્ર કર્યો છે.
વિધાનસભાની ચુંટણીમાં મતદાન માટે આવતા લોકો પૈકી ઘણા અશકત મતદારો પણ મતદાન કરવા માટે આવતા હોય છે.
આવા મતદારો મતદાન બુથ સુધી પહોચી શકે તે માટે મતદાન કેન્દ્રો પર રેમ્પની વ્યવસ્થા હોવી જરૂરી છે. જેથી મતદાન કેન્દ્ર હોય તેવી તમામ સ્કૂલોને રેમ્પની વ્યવસ્થા કરવા માટે જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા પરીપત્ર કરી સુચના આપી હોવાનું જાણવા મળે છે. સ્કુલોએ તાકીદે રેમ્પની વ્યવસ્થા કરવાની રહેશે અને મતદાન પહેલા જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ સ્કુલોની ચકાસણી પણ કરવામાં આવશે.
આ ઉપરાંત મતદાન મથક હોય તેવી તમામ સ્કુલોમાં પીવાના પાણીની વ્યવસ્થા યોગ્ય હવા ઉજાસ તથા વીજળી અને સફાઈ સહીતની વ્યવસ્થાની પણ ચકાસણી કરવા માટે સુચના અપાઈ છે. જેથી સ્કુલોએ આ દિશામાં પણ કાર્યવાહી કરી હોવાનું જાણવા મળે છે. બીજી બાજુ ચુંટણી અંગેની કામગીરીી નિયત સમયમર્યાદામાં પૂૃણ કરવાની થતી હોવાથી કર્મચારીઓને હેડકવાર્ટર ન છોડવા માટે પણ સુચના અપાઈ છે.