ઠંડીના લીધે શાળાના સમયમાં ફેરફાર કરવા આદેશ
અમદાવાદ, રાજ્યમાં ધીરે ધીરે ઠંડીમાં વધારો થઇ રહ્યો છે. હજુ પણ આવનારા દિવસોમાં ઠંડીમાં વધારો થવાનો અંદાજ છે. કચ્છ જિલ્લામાં પણ દિવસે ને દિવસે ઠંડીમાં વધારો થઇ રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણાધિકારીએ વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે. કચ્છ જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાના સમયમાં ફેરફાર કરવાનો આદેશ આપ્યો હતો. જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને સરકારી તેમજ ખાનગી શાળાના સમયમાં ફેરફાર કરવાનો ર્નિણય લીધો હતો. જિલ્લાની તમામ શાળા ૩૦ મિનિટ મોડી શરૂ કરવાનો ર્નિણય કરાયો છે.
આ ર્નિણય ફ્કત સવારની પાળી માટે લેવામાં આવ્યો છે. બપોરની પાળીમાં તો રાબેતામુજબ વિદ્યાર્થીઓએ શાળાએ આવવાનું રહેશે. ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં હિમવર્ષાને લઈ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. રાજ્યના ૨૨ શહેરોમાં તપમાનનો પારો ૨૦ ડીગ્રીથી નીચે નોંધાયો છે. કચ્છના નલિયામાં તાપમાન ૯ ડિગ્રીએ પહોંચતા લોકોએ તાપણા અને ગરમ વસ્ત્રોનો સહારો લીધો છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સાત દિવસ વરસાદની કોઈ જ સંભાવના નથી. રાજકોટ અને પોરબંદરમાં ૧૩ ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં ૧૭ ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી ત્રણ દિવસ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. ત્રણ દિવસ બાદ ૨ થી ૩ ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે. ઠંડા પવનોના કારણે દિવસે પણ ઠંડી અનુભવાઈ રહી છે.
રાજ્યમાં સતત ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. રવિવારે ૧૫ શહેરોમાં ૨૦ ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હતું. જેમાં નલિયા સૌથી ઠંડુંગાર રહ્યું હતું. નલિયામાં ૯ ડિગ્રી તાપમાન નોંધાયું તો અમદાવાદમાં ૧૭ ડિગ્રી તાપમાન રહ્યું હતું. હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી ૭ દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની કોઇ શક્યતા નથી. જાે કે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે આગાહી કરી હતી કે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. અંબાલાલ પટેલના મતે અરબ સાગરમાં વાવાઝોડું ઉદભવશે. જાેકે આ વાવાઝોડુ ઓમાન તરફ ફંટાઇ જશે.
પરંતુ ૧૪ થી ૨૦ ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં માવઠું પડશે. દેશભરમાં વધી રહેલી ઠંડી બાદ હવામાનનો મિજાજ બદલાવા લાગ્યો છે. ઘણા રાજ્યોમાં ગાઢ ધુમ્મસ જાેવા મળી રહ્યું છે. ઉત્તર ભારતમાં ઠંડીમાં વધારો થયો છે, જ્યારે દક્ષિણમાં વરસાદ ચાલુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તમિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપ, કર્ણાટકમાં વરસાદની સંભાવના છે.
આ ઉપરાંત આગામી દિવસોમાં ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગાઢ ધુમ્મસ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમી વિક્ષેપ આગામી દિવસોમાં પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને અસર કરશે, ત્યારબાદ જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં છૂટાછવાયા હિમવર્ષા અને વરસાદ થશે. ઠંડીમાં વધારો થવાની શક્યતા છે.SS1MS