ભુતીયા વકિલોની ઓળખ પ્રક્રિયા ૧૮ માસમાં પુર્ણ કરવાનું ફરમાન
(એજન્સી)અમદાવાદ, ગુજરાત સહીત દેશભરમાં બોગસ અને ભુતીયા વકીલોની ઓળખ અને વેરીફીકેશનની પ્રક્રિયા હજુ બાકી છે. ત્યારે બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાએઅ એક મહત્વના નિર્ણય મારફતે તેના બીસીઆઈ રૂલ-૩રમાં સુધારો કરી દેશની તમામ બાર કાઉન્સીલની ટર્મ પુરી થતી હોય
તો તે વધારી વેરીફેકીશનની ટર્મ થતી હોય તો તે વધારી વેરીફેકશનની પ્રક્રિયા ૧૮ મહીનામાં પુર્ણ કરવા ફરમાન કર્યું છે. એ પછીના છ મહીનામાં સ્ટેટ બાર કાઉન્સીલની ચુંટણી પ્રક્રિયા પુરી કરવા તાકીદ કરી છે. બીજીબાજુ ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા
રાજયના ૬૦ હજાર જેટલા વકીલોને તેમને વેરીફીેકેશન ફોર્મ અથવા ડેકલેરેશન ફોર્મ ૯૦ દિવસમાં જમા કરાવી દેવા કડક ફરમાન જારી કરાયું છે. વળી બાર કાઉન્સીલના વેરીફીકેશનમાં જાે કોઈ એડવોકેટ નોન પ્રેકટીસીગ કે નકલી માલુમ પડશે તો તેવા વકીલને એડવોકેટ તરીકે દુર કરવાની પ્રક્રિયા હાથ ધરાશે.
આ સમગ્ર મામલે ગુજરાત બાર કાઉન્સીલની શિસ્ત સમીતીના ચેરમેન અનીલ સી. કેલ્લાએ જણાવ્યું હતું કે બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાએ બીસીઆઈ રૂલ્સ-૩રમાં નોધનીય સુધારા મારફતે દેશની તમામ બાર કાઉન્સીલને ફરમાન ન્કર્યું છે. કે કોઈપણ સ્ટેટ બાર કાઉસીલમાં નોન પ્રેકટીકસીગ એડવોકેટની ઓળખ
અને બોગસ વકીલની ખરાઈના વેરીફીકેશનની પ્રક્રિયા હાથ ધરવા માટે બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાએ વધારાના ૧૮ મહીનાનો સમય આપ્યો છે. એટલે કે, જે સ્ટેટ બાર કાઉન્સીલની મુદત પુરી થતી હોય તેની મુદત દોઢ વર્ષ સુધી વધારી આપી છે.