અર્બન હેલ્થ સેન્ટર પર કોરોનાનું ટેસ્ટિંગ વધારવા આદેશ

File
કોરોના કેસ વધતાં અમદાવાદ તંત્ર સાબદુઃ આરોગ્ય વિભાગ દ્વારા આગામી સમયમાં ટેસ્ટની સંખ્યા દૈનિક એક હજાર કરવા સુચનો જારી કરવામાં આવ્યા
(એજન્સી)અમદાવાદ, રાજ્યમાં વધુ એક વખત કોરોનાનો હાઉ જાેવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી કોરોના કેસમાં આવતા વધારાને લઈને લોકોમાં ચિંતાનો માહોલ છે તો આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે આવી સ્થિતિ વચ્ચે રાજ્યમાં વધતા કોરોનાના કેસને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.
સતત કોરોનાના કેસ વધતા અમદાવાદ તંત્ર સફાળુ જાગ્યુ છે. તંત્ર દ્વારા અર્બન હેલ્થ સેન્ટર પર હવે ટેસ્ટીંગ ફરી વધારવા ર્નિણય કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગના સબંધિત અધિકારીએ કોરોનાના ટેસ્ટિંગની સંખ્યા બમણી કરવા અંગે નિવેદન આપ્યું છે. ઉલ્લેખનિય છે કે હાલ સેન્ટર પર પ્રતિદિન સરેરાશ ૫૦૦ જેટલા કોરોનાના ટેસ્ટ થઈ રહ્યા છે.
જેના ભાગરૂપે હવે તેમાં વધારો કરી અને આગામી સમયમાં ટેસ્ટની સંખ્યા દૈનિક એક હજાર કરવા સુચનો જારી કરાયા છે.
કોરોના કેસમાં દિવસેને દિવસે વધારો આવી રહ્યો છે. ગત તા. ૯ માર્ચના રોજ અમદાવાદ શહેરમાં કોરોનાના નવા ૧૨ નવા કેસ નોંધાયા હતા. તો અમરેલીમાં ૬ નવા કેસ નોંધાયા છે.
વધુમાં રાજકોટ કોર્પો.માં ૨ નવા કેસ, સુરત શહેરમાં ૨ નવા કોરોના કેસ અને વડોદરા શહેરમાં ૨ નવા કેસ નોંધાયા હતા.વધુમાં તો ગાંધીનગરમાં ૧, જુનાગઢમાં ૧, પોરબંદર, રાજકોટ ગ્રામ્ય અને સુરત ગ્રામ્યમાં તથા મહેસાણામાં ૧ કેસ નોંધાયો હતો.
બાદમાં તા. ૧૦ માર્ચના ના રોજ અમદાવાદમાં ૧૧ લોકો અને સુરતમાં ૧ વ્યક્તિ કોરોનાની ઝપટે ચડ્યા હોવાનું સામે આવ્યું હતું. બીજી બાજુ સુરતમાં ૪ તેમજ રાજકોટમાં ૩ તેમજ મહેસાણામાં ૩ સાબરકાંઠા, વડોદરા અને અમરેલીમાં ૧-૧ કેસ નોંધાયા હતા.
જેના બીજા દિવસે એટલે કે તા. ૧૧ ના રોજના રોજ અમદાવાદમાં ૩૨, રાજકોટમાં ૬, સુરતમાં ૪, ભાવનગરમાં ૩, સાબરકાંઠામાં ૨, ગીર સોમનાથ અને પોરબંદરમાં ૧-૧ અને સુરેન્દ્રનગર અને વડોદરામાં ૧-૧ કોરોના કેસ નોંધાયા હતા.