Western Times News

Gujarati News

લોકસભાની ચુંટણી પહેલાં ગાંધીનગરને મેટ્રો રેલ મળે તે માટે ઝડપથી કામ કરવા આદેશ

અમદાવાદ પછી હવે પાટનગરનો ર૮.ર૬ કિલોમીટરનો બીજાે તબકકો ર૦ર૪માં પુરો થાય તે માટે તૈયારી

ગાંધીનગર, ગુજરાતમાં અમદાવાદને પ્રથમ મેટ્રો ટ્રેન આપવા માટે છેલ્લા ૧પ વર્ષથી પ્રયાસો શરૂ થયા હતા પરંતુ હવે લાંબા ઈન્તજાર પછી અમદાવાદીઓ મેટ્રોરેલમાં સફર કરી રહયાં છે. આ મેટ્રોનું કામ પૂર્ણ થયું છે. પરંતુ હવે આ મેટ્ર્‌ોરેલના બીજા તબકકામાં ગાંધીનગરને લાભ આપવાની તૈયારી ચાલી રહી છે.

ગાંધીનગરના મેટ્રોરેલના બીજા તબકકાને ર૦ર૪માં પુર્ણ કરવાનું આયોજન ચાલી રહયું છે. જેમાં ગીફટ સીટી અક્ષરધામ અને મહાત્મા મંદીરના રૂટમાં કાોમાં તેજી આવી છે. ગાંધીનગગરના રૂટને લોકસભાની ચુંટણી આવી રહી છે. તે વર્ષે એટલે કે ર૦ર૪ સુધીમાં પુર્ણ કરવાનું આયોજન છે. Order to work fast to get metro rail to Gandhinagar before Lok Sabha elections

ગાંધીનગરના રૂાઠ રર.૪૮ કિલોમીટરનો છે. અમદાવાદ મેટ્રોના ૪૦ કિ.મી.નો પ્રથમ તબકકો શરૂ કરી દેવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ મેટ્રોમાં પૂર્વ પશ્ચિમ અને ઉતર દક્ષીણને કોરીડોર બાનવવામાં આવ્યો છે. મેટ્રો સ્ટેશનના ૪૦ કીલોમીટર ના પ્રથમ તબકામાં ૩ર સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અમદાવાદની મેટ્રોરેલને ગાંધીનગર સુધી લંબાવવાની યોજના બનાવવામાં આવી છે. પરંતુ તેમાં પણ વિલંબ થયો છે. મેગા કંપીને દાવો કર્યો છે. કે ગાંધીનગરની મેટ્રોરેલનું કામ રશ૦ર૪માં પૂર્ણ કરવામાં આવશે. જાેકે નિર્ધારીત ૬૭૦૦ કરોડનીી ખર્ચ વધીને ૭૦૦૦ કરોડને પાર જાય તેવી સંભાવના જાેવામાં આવી રહી છે.

ગાંધીનગરમાં મેટ્રોમાર્ગની કુલ લંબાઈ ૩૪.પ૯ કિલોમીટર હતી પરંતુ સુધારેલા ડીપીીઆર પ્રમાણે મેટ્રોરૂટ ની લંબાઈ ર૮.ર૬ કિ.મી. થઈ છે. તેમાં બે કોરીડોર હશે. પ્રથમ રર.૮૪કિલોમીટરની લંબાઈ મોટેરા ને મહાત્મા મંદીર સાથે જાેડાશે અઅને બીજી જીએનએલય ગુજરાત નેશનલ લો યુનિવસીટી થી પ.૪ર કિલોમીટર લાંબી શાખા પીડીપીયુ અને ગીફટ સીટીને જાેડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.