બ્રેઈન ડેડ યુવાનના અંગદાનથી ચાર દર્દીઓને લીવર, કિડની, લંગ્સ તેમજ કોર્નિયા મળ્યા
અંગદાનની પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી સાથે આ મહત્વનો ર્નિણય લેવા બદલ પરિવારજનોને બિરદાવવામાં આવ્યા હતા
સુરત, અંગદાનએ સૌથી મોટું જીવનદાન કહેવાય છે. અકસ્માતની એક ઘટનામાં ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયેલા માંડવી ગામના જયેશ પ્રજાપતિ બ્રેઈન ડેડ થયા બાદ પરિવારે તેમના અંગદાન થકી અન્ય લોકોને જીવનદાન આપવાનો મહત્વનો ર્નિણય લીધો હતો.
જયેશ પ્રજાપતિના અંગદાનમાં લીવર, કિડની, લંગ્સ તેમજ કોર્નિયાનું દાન આપવામાં આવ્યું હતું. અંગદાન બાદ અંગોના ટ્રાન્સપ્લાન્ટ માટે અમદાવાદ ની ઝાઈડસ હોસ્પિટલ તેમહ હૈદ્રાબાદ ની કે.આઈ.એમ.એસ. હોસ્પિટલની ટીમની ઉપસ્થિતીમાં મહાદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં આખી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. હોસ્પિટલ દ્વારા સ્વ.જયેશભાઇ પટેલને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી અંગદાનની પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી સાથે આ મહત્વનો ર્નિણય લેવા બદલ પરિવારજનોને બિરદાવવામાં આવ્યા હતા.
સુરત જિલ્લાના માંડવી ગામના રેહવાસી જયેશભાઇ પ્રજાપતિ જેમની ઉમર ૪૨ વર્ષ છે અને પોતે મિકેનિક ગેરેજ ચલાવતા હતા. જયેશ પ્રજાપતિનું અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાંથી અંગદાન કરાયું છે. જયેશભાઇ તાજેતરમાં દેવમોગરા માતાજીનાં દર્શન માટે ગયા હતા.
અહીં ડુંગર ઉપરથી પડી જતાં તેમના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જયેશભાઈને સ્થાનિકો દ્વારા તાત્કાલિક ડેડીયાપાડાના PHC સેન્ટર પર લઈ જવામાં આવ્યા હતા. ઈજાઓ ગંભીર હોવા સાથે વધુ સારવારની જરૂર હોવાથી ડોક્ટરની સલાહ મુજબ ગંભીર પરિસ્થિતિમાં અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં આગળની સારવાર શરૂ કરવામાં આવી હતી.
ડોક્ટર દ્વારા તપાસ કરતાં ખબર પડી કે જયેશભાઇ પ્રજાપતિ બ્રેઇન ડેડ છે. ૨૨ માર્ચ બપોરે ૧ કલાકે આ જાણ થતાં હોસ્પિટલ દ્વારા ડોનેટ લાઈફ સંસ્થાને જાણ કરવામાં આવી હતી. હોસ્પિટલના ન્યૂરોસર્જન ડો.જયપાલસિંહ ગોહિલ તેમજ આઇ.સી.યુ ના ડોક્ટરોની ટીમ દ્વારા જયેશભાઇ પ્રજાપતિના કુટુંબીજનોનું કાઉન્સિલિંગ કરી અંગદાન માટે તૈયાર કરવામાં આવ્યા હતા.
આ વ્યક્તિના અંગદાન બીજા ત્રણ થી ચાર લોકોને નવું જીવન પ્રદાન કરી શકે તેમ હોવાની સમજ આપવામાં આવી હતી. પરિવારે હકીકતને સ્વીકારી જયેશ પ્રજાપતિના મૃત્યુ બાદ પણ અન્ય લોકોમાં તેને જીવિત રાખવા મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો હતો. અંગદાનમાં લીવર, કિડની, લંગ્સ તેમજ કોર્નિયાનું દાન આપવામાં આવ્યું હતું.
અંગદાન બાદ અંગોના ટ્રાન્સપ્લાન્ટ માટે અમદાવાદની ઝાઈડસ હોસ્પિટલ તેમહ હૈદ્રાબાદની કે.આઈ.એમ.એસ. હોસ્પિટલની ટીમની ઉપસ્થિતીમાં મહાદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. હોસ્પિટલના ડે.મેડિકલ સુપ્રિટેંડેંટ ડો.આત્મી ડેલિવાલાના માર્ગદર્શન તેમજ દેખરેખમાં આખી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
હોસ્પિટલ દ્વારા સ્વ.જયેશભાઇ પટેલને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી અંગદાનની પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી સાથે આ મહત્વનો ર્નિણય લેવા બદલ પરિવારજનોને બિરદાવવામાં આવ્યા હતા.