Western Times News

Gujarati News

આખી રાત ગરબા રમવાથી ઓર્ગન ફેલ્યોરની શકયતા વધે છેઃ ડોક્ટર

અમદાવાદ મેડીકલ એસો.ના પુર્વ પ્રમુખ ડો. તુષાર પટેલનું કહેવું છેકે, સતત એક ધાર્યાા ગરબા રમવા કરતાં વચ્ચે વચ્ચે બ્રેક જરૂરી છે. અને પુરતું પાણી પીવું જોઈએ. બહારનો વાસી ખોરાક ટાળવો જોઈએ.

ગરબા વખતે ગભરામણ અને છાતીમાં દુખાવા જેવા લક્ષણને હળવાશથી ના લેવા

(એજન્સી)અમદાવાદ, નવરાત્રીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રોજ આખી રાત એકધારા ગરબા રમવાથી દુર રહેવાની તબીબો સલાહ આપી રહયા છે. આખી રાત ગરબા રમવાથી શરીરના ઓર્ગન પર ટુંકા ગાળે કે લાંબા ગાળે અસર થઈ શકે છે, ર૦-રપ મીનીટ સુધી ગરબા રમ્યા બાદ ૧૦-૧પ મીનીટનો બ્રેક લેવો જોઈએ.

જો પુરતી ઉંઘ નહી લો તો માથાના દુખાવો સહીતની તકલીફ થઈ શકે છે. ગત વર્ષે ગરબા રમતી વખતે યુવાનોના કાર્ડીયાક એરેસ્ટથી મોતની ઘટનાઓ સતત સામે આવી હતી.

નવરાત્રીમાં સતત ગરબા રમવાને બદલે ર૦-રપ મીનીટ પછી બ્રેક લેવો હિતાવહ છે. એલટું જ નહી પરંતુ જેમને ડાયાબીટીસ, બ્લડ પ્રેશર કે હાર્ટની તકલીફ છે. તેમણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. જેઓ બીમારીથી પીડીત છે. તેમણે પલ્સ, રીપોર્ટ ઈસીજી સહીતના ટેસ્ટ તબીબી સલાહને અનુસરીને કરાવવા જોઈએ. કોવીડ મહામારી પછી યુવાનોમાં હૃદય અને રોગને લગતી બીમારી વકરી છે.

યુવાનો જો સતત લાંબા સમય સુધી ગરબા રમે તો એ સ્થિતીમાં હૃદયના ધબકારા સતત વધી જતાં હોય છે. ગરબા રમતી વખતે જો ગભરામણ જેવું લાગે. છાતીમાં દુખાવો થાય, હૃદયના ધબકારા અનિયમીત થઈ જાય હાથ પગમાં દુખાવો થાય, ગેસ એસીડીટી જેવું લાગે તો તુતર્ત જ ગરબા રમવાનું બંધ કરવું જોઈએ. અને તબીબનો સંપર્ક કરવો જોઈએ.

ગરબાના સ્થળે કે નજીકમાં તંત્ર દ્વારા એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. બીપી ડાયાબીટીસની ગોળી લેતા હોય તો એ બંધ ન કરવી જોઈએ, નહીતર બ્રેઈન હેમરેરજ વગેરેની શકયતા રહે છે.

શરીરની તંદુરસ્તી માટે પુરતી ઉઘ લેવી અત્યંત જરૂરી છે. આખી રાત ગરબા રમવાની સ્થિતીમાં બીજા દિવસે સ્કુલ-કોલેજ કે ઓફીસ વર્ક ડિસ્ટર્બ થવાની સાથે બીપી, સુગરમાં વધઘટનું જોખમ રહે છે.

અત્યારે રોગચાળાન સીઝનમાં સ્વાઈન ફલુ પણ વકર્યો છે. ઈન્ફેકશન ના ફેલાય તેની તકેદારી જરૂરી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.