પ્રાકૃતિક ખેતીના કારણે 7 વર્ષમાં દવાખાનું જોયું નથી
ટુકડા -ગોસાના ખેડૂતનો અનુભવ-શાકભાજી, કઠોળના વેચાણથી આવક પણ મેળવી
પોરબંદર, પોરબંદરના ટુકડા-ગોસા ગામના ખેડૂત પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદીત રસોડાની તમામ વસ્તુઓ ખોરાકમાં ઉપયોગમાં લેતા હોવાથી છેલ્લા સાત વર્ષમાં પરીવારના નવમાંથી એક પણ સભ્યએ દવાખાનું જોયું જ નથી તેમ જણાવ્યું હતું.
ટુકડા ગોસા ગામના ખેડૂત લખમણભાઈ કાનાભાઈ ઓેડેદરા છેલ્લા નવ વર્ષથી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યયા છે. એક દાયકા પહેલા જુનાગઢ ખાતે વૈજ્ઞાનીક ખેતી અંગે આયોજીત માર્ગદર્શન શીબીરમાં સહભાગી બની પ્રાકૃતિક ખેતી અંગેનું માર્ગદર્શન મળ્યું હતું.
જીરો બજેટમાં થતી પ્રાકૃતિક ખેતીની સંપૂર્ણ માહિતી મેળવી તેમણે પ્રથમ તેમની પાંચ વીઘા જમીનમાં પ્રારંભ સમયે ત્રણ ગામથી ખેતી શરૂ કરી હતી. હાલ તેઓ ૧પ ગાય સાથે પોતાની માલીકીની ર૦ વીઘા અને ભાડેથી રાખેલ ૧૬ સહીત કુલ ૩૬ વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી રહયા છે.
પ્રાકૃતિક ખેતી કરવાથી જંતુનાશક દવા ખાતરની ખરીદી માટે થતા નાણાંની વ્યય અટકયો છે. રાસાયણીક દવા અને ખાતરોથી થતી ખેતીમાં ઉત્પાદનમાં અડધો ખર્ચ થતો હતો. પરંતુ માત્ર વાવેતર અને મજુરી સિવાય અન્ય કોઈ ખર્ચ થતો નથી. જીરૂં બાજરો જુવાર ઘઉ અને ચણા બટેટા વટાણા મેથી શેરડી વરીયાળી અળસી ગાજર મુળળા કોબી ધાણા, રીગણા, ડુગળીથી લસણ ટમેટા મરચી પાલક બીટ તુલસી ફુદીનો અજમો મીઠો લીમડો લીબું નારીયેળી કેર બોરસલી વગેરેનું વાવેતર તેમના
ખેતરમાં લખમણભાઈ ઓડેદરા કરે છે. તેઓ ઘરના રસોડા માટે કોઈપણ વસ્તુ બહારથી લેવી પડતી નથી. પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદીત થયેલ વસ્તુઓનો ખોરાકમાં ઉપયોગ કરવાથી કોઈ પણ પ્રકારની બીમારી થતી ન હોવાથી સાત વર્ષમાં ઘરના ૯ માંથી એક પણ સભ્યએ દવાખાનું જોયું જ ન હોવાનું કહયું હતું.