પ્રાકૃતિક ખેતીમાં ફુગ અને વિષાણુના દાંત ખાટા કરતું દ્રાવણ એટલે ખાટી છાસ

સામાન્ય રીતે પાક સંરક્ષણમાં રાસાયણિક દવાઓનો ઉપયોગ થાય છે,પરંતુ પ્રાકૃતિક ખેતીમાં પાક સંરક્ષણ માટે કોઇ પણ રાસાણિક દવાનો ઉપયોગ કરવામં આવતો નથી. પાક સંરક્ષણ અને તેની ઉત્પાદકતા વધારવા માટે પ્રાકૃતિક ખેતીમાં નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર,અગ્નિસ્ત્ર, ખાટી છાશ સહિતના જાતે બનાવાલે વસ્તુઓના દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે છે.
પ્રાકૃતિક ખેતીએ આત્મનિર્ભર ભારત બનાવવાના અભિયાનનો એક મહત્વપૂર્ણ ભાગ છે ,કારણ કે સમગ્ર ભારતમાં લોકોનો એક મોટો વર્ગ ખેતી સાથે સંકળાયેલો છે ,અને જ્યાં સુધી ખેડૂત આત્મનિર્ભર નહીં બને ત્યાં સુધી આખો દેશ આત્મનિર્ભર બની શકશે નહીં.
પાકમાં રાસાયણિક જંતુનાશકોનો ઉપયોગ ઘટાડવો અને કુદરતી દ્રાવણનો ઉપયોગ કરવાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારા સાથે જનહિતના આરોગ્યની પણ સાચવણી થાય છે.. ત્યારે ફુગ અને વિષાણુંના નિયંત્રણ કરવા માટે ખાટી છાસ એ મહત્વનું અને સૌથી સસ્તુ અને સરળ દ્રાવણ છે.
૦૩ લિટર ખાટી છાસ અને ૧૦૦ લિટર પાણીથી આ દ્રાવણ તૈયાર થાય છે.આ સૌથી સસ્તા અને સરળ દ્રાવણ થકી પ્રાકૃતિક ખેતીમાં ફુગ અને વિષાણુના નિયંત્રણ માટે ખૂબજ ઉપયોગી છે.આ બંન્ને દ્રાવણનો સંયુક્ત રીતે મિશ્રણ કરી પાક પર છંટકાવ કરવામાં આવે છે.
પ્રાકૃતિક ખેતી આજના સમયની માંગ છે અને આ ખેતીમાં દરેક પ્રકારની મુશ્કેલીઓના ઉપાયો છે આ ખેતી થકી સુખ અને સમૃધ્ધ રાષ્ટ્ર નિર્માણમાં સહયોગ આપી શકાય છે.